ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 5 મે 2015 (16:27 IST)

જેમને કારણે મોદી બન્યા PM...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 મે ના રોજ કલકત્તાની પોતાની યાત્રા દરમિયાન જ્યારે બીમાર 95 વર્ષીય ભિક્ષુની મુલાકાત કરશે ત્યારે તેઓ પોતાના ગુરૂને આપેલ વચનને પુર્ણ કરી લેશે. જેમના આદેશ પર મોદી રાજનીતિમાં આવેલ અને છેવટે દેશના પ્રધાનમંત્રી બન્યા. આ ભિક્ષુએ મોદીનું જીવન બદલી નાખ્યુ. 
 
મોદી પોતાની 2 દિવસીય યાત્રા દરમિયાન શહેરમાં પહોંચતા જ કલકત્તાના નિકટ બેલૂર મઠમાં રામાકૃષ્ણન મિશનના પ્રમુખ સ્વામી આત્મસ્થાનંદ મહારાજને મળશે. મોદીએ અગાઉ 2013મં બેલુરની મુલાકાત દરમિયાન તેમની મુલાકાત કરી હતી. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. મોદીએ મઠમાં ફરી આવવાનું વચન આપ્યુ હતુ. 
 
મોદી અને સ્વામી વચ્ચે ખૂબ જૂના સંબંધો છે.  ઘણા લોકો નથી જાણતા કે મોદીએ જ્યારે પ્રધાનમંત્રી પદની શપથ લીધી હતી તો તેમના જેકેટના ખિસ્સામાં 'પ્રસાદી ફૂલ' હતુ. આ ફૂલ સ્વામી તરફથી નરેન્દ્ર ભાઈને લખેલ એક પત્રની સાથે મોકલવામાં આવ્યુ હતુ. 
 
આ બધુ 1996માં ત્યારે શરૂ થયુ જ્યારે સ્વામી આત્મસ્થાનંદ શહેરના આર.કે.એમ. આશ્રમને સાચવવા માટે ગુજરાતના રાજકોટ આવ્યા હતા. 
 
આ બધુ 1996માં ત્યારે શરૂ થયુ જ્યારે સ્વામી આત્મસ્થાનંદ શહેઅના આર.કેીમ. આશ્રમને સાચવવા માટે ગુજરાતના રાજકોટમાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદજીન જીવનથી પ્રેરિત યુવા નરેન્દ્ર રાજકોટમાં સ્વામીજીની યાત્રા દરમિયાન તેમના દ્વાર પર પહોંચ્યા અને આશ્રમમાં શરણ લીધી. સ્વામી આત્મસ્થાનંદ આશ્રમમાં થોડો સમય વિતાવ્યા બાદ મોદીએ તેમને જણાવ્યુ કે તેઓ એક ભિક્ષુ બનવા માંગે છે તો પ્રમુખ ભિક્ષુનો જવાબ હતો કે સંન્યાસ તેમને માટે નથી.  રાજકોટનો આશ્રમ તેમને કોઈપણ રીતે ભિક્ષુ નથી બનાવી શકતો.  મોદીએ પોતાની ઈચ્છા પુરી કરવા માટે બેલુરમાં આર.કે. એમ મુખ્યાલય જવુ પડશે.  સ્વામી આત્મસ્થાનંદે આર.એઈમના તત્કાલીન પ્રધાન સ્વામી માઘવ નંદને પત્ર લખ્યો અને મોદીને પત્ર સાથે બેલૂર મોકલી દીધા. માધવ નંદે પણ મોદીનો અનુરોધ રદ્દ કરી દીધો. તેમણે યુવા નરેન્દ્રને જણાવ્યુ કે તેમનુ કામ લોકોની વચ્ચે છે. સંન્યાસમાં નહી. 
 
મોદી ગુજરાત પરત ફર્યા અને થોડો સમય માટે રાજકોટમાં પોતાના ગુરૂ આત્મસ્થાનંદની પાસે રહ્યા. પછી તેઓ આર.એસ.એસ.માં જોડાય ગયા અને તેમનુ રાજનીતિક જીવન શરૂ થઈ ગયુ.  અગાઉ જ્યારે મોદીએ સ્વામી આત્મસ્થાનંદ સાથે મુલાકાત કરી હતી ત્યારે તેઓ સ્વસ્થ હતા.  બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. ભિક્ષુએ મોદીને આશીર્વાદ આપ્યો જે તેમના ચરણોમાં બેસ્યા હતા.