શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (12:52 IST)

મોદીએ ફેસબુક-ટ્વિટર પર બનાવ્યો નવો રેકોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને દિલો પર જ નહી પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક અને ટ્વિટર પર છવાતા જઈ રહ્યા છે. 
 
ફેસબુક પર 70 લાખ નવા ફોલોઅર્સ જોડવાની સાથે જ તેઓ આ સોશિયલ સાઈટ દુનિયાના બીજા સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. સાથે જ ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા 80 લાખ પાર કરી ચુકી છે.  સોશિયલ મીડિયા પર ખાસા સક્રિય મોદીએ માત્ર પાંચ મહિના દરમિયાન ફેસબુક પર 70 લાખ નવા પ્રશંસકોને જોડ્યા છે.  
 
આ રીતે તેમના પ્રશંસકોની કુલ સંખ્યા 2.5 કરોડને પાર કરી ચુકી છે. પ્રધાનમંત્રી ફેસબુક પર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી જ માત્ર પાછળ છે. 
 
ફેસબુક પર ઓબામાના પ્રશંસકોની સંખ્યા 4.36 કરોડ છે. આ જ રીતે ટ્વિટર પર 80 લાખથી વધુ ફોલોઅર્સની સાથે પીએમ મોદી ઓબામા અને પોપ ફ્રાસિસથી જ ફક્ત પાછળ છે. ટ્વિટર પર ઓબામાના 4.3 કરોડથી વધુ જ્યારે કે પોપના 1.4 કરોડ ફોલોઓર્સ છે. 
 
જુલાઈમાં ફેસબુક પર મોદીના 1.8 કરોડથી વધુ જ્યારે કેટ્વિટર પર 50 લાખથી વધુ ફોલોઓર્સ હતા.  
 
ટ્વિટરે એક નિવેદનમાં કહ્યુ કે આ વર્ષે મે માં ચૂટણી જાત્યા પછી પ્રધાનમંત્રીએ ટ્વિટર એકાઉંટ (@narendramodi) પર ફોલોઅર્સની સંખ્યા બમણી થઈ ગઈ છે. ચૂંટણીની જીત પર તેમને કરેલા ટ્વીટ 70586 વા રિટ્વિટ થયા જે અત્યાર સુધી સૌથી વધુ રિટ્વીટ કરવામાંઅ આવેલ ટ્વીટ છે. 
 
ફેસબુક પર આઈએનએસ વિક્રમાદિત્યને લઈને નાખેલ પોસ્ટને 8.22 લોકોએ લાઈક કરી જ્યારે કે સ્વતંત્રતા દિવસ પર તેમની પોસ્ટને 7.72 લાખ લોકોએ લાઈક કરી. 
 
આ ઉપરાંત જી-20 નેતાઓની સાથે મુલાકાત પર નાખેલ પોસ્ટને 4.47 અને માર્ક જુકરબર્ગ સાથેની મુલાકાતને 6.19 લાખ લોકોએ પસંદ કરી. ટ્વિટરે કહુ કે મોદી દુનિયાના પહેલા એવા પ્રધાનમંત્રી છે જે પોતાના પ્રવાસ દરમિયાન ટ્વિટર મિરર સાથે લઈને ચાલે છે.