શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (15:49 IST)

હું જન્મદિવસ ઉજવતો નથી પણ મારી માતાના આશિર્વાદ લેવા આવું છું - મોદી

પીએમ મોદીએ લીમખેડામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું ક્યારેય મારો જન્મદિવસ ઉજવતો નથી પણ મારી માતાના આશિર્વાદ લેવા માટે અવું છું. ગુજરાત સરકાર હું જ્યારે પણ ગુજરાત આવું ત્યાર મફતમાં જવા દેતી નથી. ગુજરાત સરકારે બે સરસ કાર્યક્રમ કર્યા. મારું પણ સદભાગ્યે છે કે આદિવાસી ભાઈઓના આશિર્વાદનો મોકો મળ્યો. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં અવ્વલ નંબરે રહે તેવી મારી શુભ કામનાઓ છે.

આગામી 2022માં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે તેના માટે સોલાર પમ્પ અને ટપક સિંચાઈ અંગેની વિવિધ યોજનાઓ પર કામગીરી ચાલી રહી છે. વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત ગુજરાત થઇ અને હવે સમગ્ર દેશમાં તેનો અમલ થઇ રહ્યો છે.કોંગ્રેસના શાસન દરમિયા આદિવાસી માટેની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હતી. જ્યારે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા બાદ અને દેશમાં વડાપ્રધાન તરીકે બેઠા પછી સૌપ્રથમ આદિવાસીઓ અને ખેડૂતો માટેની પ્રાયોરિટી સાથે આગળ વધી રહ્યા છે.


જ્યારે મોદીએ કહ્યું હતું કે એક પછી એક ત્રણ યોજનાઓ લઇને ચાલી રહ્યો છું, દાહોદ જિલ્લાનું પરેલનું રેલવે યાર્ડ આખી ઇકોનોમી બદલવાનું કારણ બનશે અને રોજગારીની નવી તકો ઉભી કરશે. દેશની આઝાદી અને 1857ના સ્વાતંત્ર સંગ્રાહમાં આદિવાસીઓની ભૂમિકા અંગેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના દાહોદ જિલ્લાથી આઝાદીના આંદોલનનો પ્રારંભ થયો હતો. જેમાં બિરસા મુડ્ડા અને ગુરુ ગોવિંદજીએ આ ધરપી પર આઝાદીનો જન્મ ગડ્યો હતો તે સમયે આદિવાસીઓ અંગ્રેજો માટે પડકાર બની ગયા હતા અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતાં. ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે પણ એવી ચર્ચા હતી કે ગુજરાત પાસે પાણી, ખનીજ કે ઉદ્યોગો નથી તેથી ગુજરાત ખતમ થઈ જશે પરંતુ ગુજરાતની જનતાએ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી.