મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: વોશિંગ્‍ટન,. , બુધવાર, 1 ઑક્ટોબર 2014 (11:04 IST)

Modi in US- ઓબામા સાથે નરેન્‍દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મળેલી શિખર બેઠકમાં બન્ને નેતાઓએ સંરક્ષણ, સલામતી, વ્યાપાર અને ઇસ્લામિક સ્ટેટના ખતરાના પગલે પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ સહિતના દ્વિપક્ષી, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. આ મિટિંગ આશરે ૯૦ મિનિટ સુધી ચાલી હતી. મોદી વ્‍હાઈટ હાઉસ ખાતે પહોંચ્‍યા ત્‍યારે જોરદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બહાર પણ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.મોદીએ ઓબામાને તેમની અનુકૂળતાએ સપરિવાર ભારત આવવા આમંત્રણ પણ આપ્યું હતું.
   મોદીએ એક પછી એક બેઠકોનો દોર જારી રાખ્‍યો હતો જેમાં અમેરિકાના સંરક્ષણમંત્રી સાથેની બેઠકનો પણ સમાવેશ થાય છે. ચક હેઝલ સાથેની આ બેઠક પણ લાંબી ચાલી હતી જેમાં આતંકવાદનો મુદ્દો છવાયો હતો. મોદીએ મહાત્‍મા ગાંધીની પ્રતિમા નજીક પણ લોકોને મળ્‍યા હતા અને પુષ્‍પાંજલિ પ્રતિમા સમક્ષ આપી હતી. મોદીએ વોશિંગ્‍ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર મહાત્‍મા ગાંધીની પ્રતિમા પર પુષ્‍પાંજલિ આપી હતી. મોદીએ વોશિંગ્‍ટન ડીસીમાં દિવસની પ્રવળત્તિ મહાત્‍મા ગાંધીની પ્રતિમા ઉપર પુષ્‍પાંજલિ સાથે કરી હતી.