બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : સોમવાર, 29 જૂન 2015 (17:25 IST)

મોદી પર મોદીના 'મૌન' ની રાજનીતિ

જે વ્યક્તિ દર મહિનાના એક રવિવારે દેશવાસીઓ સાથે 'મનની વાત'  સાર્વજનિક રૂપે કહેતા હોય તે બાકીના 29 દિવસે ચૂપ કેમ રહે છે  ? જે વ્યક્તિને ભાષણ આપવામાં નિપુણતા મળેલી હોય તેને બોલવાનુ કહેવામાં આવે તો તે ખામોશી કેમ ઓઢી લે છે ?
 
એવુ લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને  'મન કી બાત' ને બદલે 'કામ કી બાત' શરૂ કરવાની જરૂર છે.  આ રવિવારની મન કી બાત માં ઘણું બધુ સાંભળવા મળ્યુ. ખાસ કરીને યોગ પર. પણ વિવાદના મુદ્દા પર આ કાર્યક્રમમાં તેઓ ચૂપ રહ્યા. 
 
આ વર્ષના શરૂઆતમાં જ્યારે કેટલાક ગિરજાઘરો પર  હુમલો થવા માંડ્યો અને મુસલમાનોના કથિત ઘર વાપસીના કોશિશ પર એક મોટો વિવાદ છેડાય ગયો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઠવાડિયા સુધી ચૂપ રહ્યા. 
 
ખૂબ દબાણ આવ્યા પછી 17 ફેબ્રુઆરીના રોજ તેમણે પોતાની ખામોશી તોડી અને એ જ વાત કહી જે કરોડો ભારતીય તેમના મોઢેથી સાંભળવા માંગતા હતા. મતલબ દરેક ભારતીયને તેમના ધર્મ પર ચાલવાની આઝાદી અને તેમની સરકાર કોઈને એકબીજાના ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાની મંજુરી નહી આપે. 
 
આઈપીએલ વિવાદ - વર્તમાન દિવસોમાં આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદી સાથે જોડાયેલા વિવાદમાં તેમની પાર્ટી ચારેબાજુથી વિવાદોમાં ભયંકર રીતે ઘેરાઈ છે.  વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે અનેક પ્રકારના આરોપોથી ઘેરાઈ છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. 
 
વિપક્ષ બૂમો પાડીને પૂછી રહ્યુ છે કે પ્રધાનમંત્રી આ મુદ્દે ખામોશ કેમ છે ? 
 
જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ખામોશ રહેતા હતા એ સમયે પણ તેમને સવાલ કરવામાં આવતા હતા પણ તેઓ તબિયતથી જ ખામોશ હતા અને તેમનો અવાજ પણ સામાન્ય રીતે ધીરો હતો. પણ નરેન્દ્ર મોદી ન તો ખામોશ તબિયતના છે કે ન તો તેમની અવાજ કમજોર છે કે તો પછી ખામોશી કેવી ? 
 
બીજી બાજુ તેઓ સોશિયલ મીડિયા પર કાયમ સક્રિય રહે છે. દુનિયાભરના નેતાઓને શુભેચ્છા સંદેશ મોકલતા રહે છે. કમસે કમ  દેશની અંદર ઉઠેલા મુદ્દા પર કેટલાક ટ્વીટ તો કરી શકતા હતા. 
 
ખામોશ છે પણ નાદાન નહી 
 
મોદી ખામોશ જરૂર છે પણ નાદાન નથી.. તેમને ખબર છે કે જો શાહમૃર્ગ રેતીમાં પોતાનુ માથુ નાખી પણ લેશે તો વંટોળથી તે બચી શકવાનુ નથી.  તેમના ચૂપ રહેવા પાછળ જે પણ રણનીતિ હોય દેશ રાહ જોઈ રહ્યુ છે કે તેઓ પોતાની ખામોશી ક્યારે તોડશે. 
 
નરેન્દ્ર મોદીની ખામોશી પર તેમને ગૂંગા ગૂડ્ડા કહેવુ એક ભૂલ હશે.  ઉલ્લેખનીય છે કે નેતાઓની ચૂપ્પીને સમય પહેલા કોઈ નામ આપવુ અત્યાર સુધી ખોટુ સાબિત થયુ છે. 
 
રામ મનોહર લોહિયાએ ઈન્દિરા ગાંધીને ગૂંગી ગુડિયા કહ્યુ હતુ પણ દુર્ગા માતા સાબિત થઈ અને તેમને આયરન લેડી પણ કહેવામાં આવી. 
 
ખામોશી પણ સારી 
 
ડોક્ટર મનમોહન સિંહને ગૂંગા સરદાર કહેવાયા પણ તેમની ખામોશી એક રણનીતિનો ભાગ નીકળી. પોતાની ખામોશીના રહસ્ય પર એકવાર તેઓ પોતે જ બોલ્યા કે હજારો સવાલો કરતા સારી છે આપણી ખામોશી.  નરેન્દ્ર મોદી પણ મૌનની કલામાં હોશિયાર છે. મુખ્યમંત્રીના હૈસિયતથી 2002ના ગુજરાત રમખાણો પર એક લાંબી ખામોશી તેમના હિતમાં સાબિત થઈ. 
 
તાજા વિવાદાસ્પદ મુદ્દા પર છવાયેલ ખામોશી પછી બની શકે છે કે તેમનુ મૌન રંગ લાવે પણ હાલ તેનાથી તેમની છબિ પર ખરાબ અસર પડી રહી છે. 


(ફોટો : સાભાર બીબીસી)