બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (10:26 IST)

ઓબામા-મોદી મુલાકાત - ઓબામાએ મોદીને પુછ્યુ કેમ છો ?

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિનરનું  આયોજન કર્યુ. ભારતીય પ્રતિનિધિમંડળની સાથે વાઈટ હાઉસ પહોંચેલ મોદીનુ સ્વાગત ઓબામાએ ગુજરાતીમં કેમ છો પુછીને કર્યુ. જેના જવાબમાં મોદીએ અંગ્રેજીમાં કહ્યુ, 'ખૂબ ખૂબ આભાર મિસ્ટર પ્રેસિડેંટ." ભારતીય સમય મુજબ આજે રાત્રે લગભગ 8:30 આગ્યે બંને નેતા રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે શિખર વાર્તા કરશે. મોદી અને ઓબામા એક અમેરિકી છાપા માટે ભેગો લેખ પણ લખશે.  



 

 
 
 
પ્રધનામંત્રીએ ઓબામાને ખાદીમાં લપેટેલ ગીતા પર મહાત્મા ગાંધીની વ્યાખા અને રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા માર્ટિન લુથર કિંગની તસ્વીર ભેટ કરી. બ&ને પક્ષો તરફથી લગભગ 20 લોકો ડિનરમાં જોડાયા અને મુલાકાત 90 મિનિટ સુધી ચાલી. ઓબામાની પત્ની મિશેલ ઓબામા ડિનરમાં હાજર નહોતી. 
 
અમેરિકી રાષ્ટ્રપતિની સાથે ડિનરમાં ઉપરાષ્ટ્રપતિ જે બિડન વિદેશ મંત્રી જોન કેરી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુજૈન રાઈસ સહાયક વિદેશ મંત્રી નિશા દેસાઈ બિસ્વાલ અને અન્ય અધિકારી હાજર હતા. ભારતીય પક્ષમાં પ્રધાનમંત્રી મોદી સાથે વિદેશ મંત્રી સુષમાં સ્વરાજ  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વિદેશ સચિવ સુજાતા સિંહ અમેરિકામાં ભારતના રાજદૂત એસ. જયશંકર અને વિદેશ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં અમેરિકી મિશન સાથે જોડાયેલ લોકોનો સમાવેશ હતો. 
 
જે સમયે ઓબામા ભારતીય પ્રધાનમંત્રી માટે ડિનરનુ આયોજન કરી રહ્યા હતા એ સમયે મોદી ઓબામાની મીટિંગનો જશ્ન મનાવવા માટે ભારતીય મૂળના અમેરિકી વાઈટ હાઉસની બહાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા કરી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક કાશ્મીરી અને શિખ અલગતાવાદીઓના સમૂહ વાઈટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે મોદી સમર્થકોની તુલનામાં વિરોધ કરી રહેલ લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. 
 
મોદીના વોશિંગટન પહોંચ્યા પછી વાઈટ હાઉસ ને અમેરિકી રાષ્ટ્રપતિના અધિકારિક ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસની આજુબાજુ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એવુ  કહેવાય છે કે હાલમાં બે વાર સુરક્ષામાં સેંઘને કારણે કરવામાં આવ્યુ છે. પેનસિલ્વેનિયા એવેન્યુના મોટાભાગના ભાગોને સાંજે જ બંધ કરી દેવામાં આવ્યા હતા. અને મોદી સમર્થકો અને વિરોધીઓને ખૂબ પાછળ ધકેલી દીધા હતા. ઓબામાએ વાઈટ હાઉસના દક્ષિણી ગેટ પર મોદીનું સ્વાગત કર્યુ અને ડિનરનું આયોજન બ્લુ રૂમમાં કર્યુ હતુ.