ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: સોમવાર, 20 ઑક્ટોબર 2014 (12:41 IST)

ડોક્ટર પોતાના દાયિત્વો પ્રત્યે ગંભીર રહે - નરેન્દ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એમ્સના દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી હળવા મુડમાં જોવા મળ્યા. તેમણે સલાહ આપી કે ગરીબ વર્ગના બાળકોએન આવા કાર્યક્રમોમાં વિશેષ મહેમાનના રૂપમાં બોલાવવા જોઈએ. જેથી તેમને પ્રોસ્તાહન મળે. આ ઉપરાંત શુ બોલ્યા મોદી વાચો તેમના જ શબ્દોમા.. 
હુ ક્યારેય એક સારો વિદ્યાર્થી નથી રહ્યો. મને કોઈ એવોર્ડ નથી મળ્યો. તેથી વધુ ઝીણવટો વિશે હુ જાણતો નથી. વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપે છે તો તેને ખાવાનુ પણ ભાવતુ નથી. એ ખૂબ જ તણાવમાં રહે છે. પણ આજે તો તમે એ બધાને પાર કરીને અહી પહોંચ્યા છો તો પછી તમે આટલા ગંભીર કેમ છો.. હુ તમને આગ્રહ કરી કે તમે તમારી જવાબદારી પ્રત્યે આનાથી વધુ ગંભીર રહો પણ જીવનમાં ગંભીર ન બનશો.. જીવન મુશ્કેલ છે સંકટોમાંથી પસાર થઈને આગળ વધવાની આદત બનાવીને ચાલવુ તેનો આનંદ જ અલગ છે. 
 
મારી એક બે સલાહ જરૂર છે શુ ક્યારેય આપણે આ કનવોકેશનમાં એક સ્પેશલ ગેસ્ટની પરંપરા શરૂ કરી શકીએ છીએ. ગરીબ વસ્તીમાં જે શાળા છે એવા એક સિલેક્ટેડ 9મા 9મા ધોરણના 30-40 વિદ્યાર્થી તેમને અહી બોલાવવામાંઅ આવે. તેમને બેસાડવામાં આવે. તેઓ જુએ કે દુનિયા શુ છે. જે કામ કદાચ તેમના ટીચર નથી કરી શકતા એ બાળકના મનમાં કલાક બે કલાકની આ તક એક જિજ્ઞાસા ઉભી કરશે. મનમા સપના જગાવશે. તેને લાગશે કે ક્યારે મારી જીદગીમાં આ અવસર આવે. કલ્પના કરો કેટલી મોટી અસર થઈ શકે છે આની. વસ્તુ બહુ નાની છે પણ તાકત ખૂબ ઊંડી છે. અને આ જ વાતો છે જે બદલાવ લાવે છે. 
 
મારો આગ્રહ છે કે એ ગરીબ બાળકો ડોક્ટરના બાળકો આવશે તો કહેશે કે મારા પિતાજીએ પણ કર્યુ છે. સમાજ જીવનમાં આપણી સામાન્ય વાતોથી કેવી રીતે ફેરફાર લાવી શકે છે. તેના પર આપણે વિચારીએ. જે ડોક્ટર બનાવીને આજે જીવી રહ્યા છે. પોતાને ઉપલબ્ધિ મેળવી છે. આજે  આવી જઈ રહ્યા છો. વીતેલા કાલે અને આવનારા કાલમા કેટલુ અંતર છે  તમે જ્યારે પહેલીવાર એમ્સમાં પગ મુક્યો હશે. ઘરમાં માતા પિતા કાકાએ તમને અનેક સલાહ આપી હશે. આવુ કરજો આવુ ન કરશો. ટ્રેનમાં બેસો તો બારી બહાર ન જોશો. એક ક્લાસરૂમમાં હતા ઈંસ્ટિટ્યુટમાં હતા ભણી રહ્યા હતા ત્યારે તમે કેટલ પ્રોટેક્ટેડ હતા. કોઈ મુશ્કેલી આવે તો સીનિયરનો સાથ મળી જતો હતો. સમાધાન ન થાય તો પ્રોફેસર .. એ ન મળે તો ડિન મળી જતા હતા. 
 
તમને અત્યાર સુધી સુરક્ષિત વાતાવરણમાં નિર્ણય કરવાની ક્ષણ આવી હશે પણ હવે એકલવ્યની જેમ એકાંત સાધના કરવી પડશે. પણ જો તમે વિચારો કે બંધ ક્લાસરૂમમાં વિશાળ ક્લાસરૂમમાં જઈ રહ્યા છો. કાયમ સ્ટુડેંટ બની રહો. જે વરિષ્ઠ લોકોને મે સન્માનિત કર્યા તેઓ લેટેસ્ટ મેડિકલ ડેવલોપમેંટથી વાકેફ થશે. એ માટે  નહી કે તેઓ દર્દી જુએ છે એ માટે કારણ કે તેમની અંદરનો વિદ્યાર્થી જીવતો છે. 
 
જો આ વિચાર હશે કે ઈંસ્ટિટ્યુટનો અભ્યાસ પુરો થાય તો વિદ્યાર્થી જીવન પુરૂ. આ એક સ્થિરતા લાવશે. જે ક્ષણે શીખવુ બંધ એ ક્ષણે મૃત્યુ તરફ તમારુ પહેલુ પગલુ જાય છે. લોકો કહે છે કે મોદીજીની એનર્જી જોઈને આશ્ચર્ય થાય છે. બસ એટલુ વિચારી લેજો કે કંઈક નવુ કરવાની એનર્જી તમને થાક્વા નથી દેતી. તમે દર્દીઓને અવારનવાર કહો છો કે આ ખાવુ જોઈએ આ ન ખાવુ જોઈએ. પણ જેવા જ મેસમાં પહોંચ્યા તો ત્યા હોડ લાગી હશે. આજે કોણ કેટલી સ્પેશલ ડિશ પુરી કરે છે. આ જ તો જીંદગી છે મિત્રો. 
 
તમે ક્યારેય તમારી આત્માને પુછ્યુ કે હુ દર્દીને તો આવુ કહ્યુ હતુ અને હુ આવુ કરી રહ્યો છુ. વિદ્યાર્થી જીવનમાં તો ઠીક છે પણ હવે નહી. હુ કેંસરનો ડોક્ટર છુ અને સાંજે ધુંઆધાર સિગરેટ પીવુ છુ તો શુ ફરક પડૅશે. લોકો તમારુ ઉદાહરણ આપીને કહેશે કે ડોક્ટર પોતે જ તો સિગરેટ પીવે છે. તેને પીવાથી કોઈ ફરક નથી પડતો તો મને શુ. એક ડોક્ટરનુ જીવન પેંશટની જીદગીની પ્રેરણા બની શકે છે.  વિચારી જોજો.. ઓછા લોકો છે જે જીવનના આ રૂપને જુએ છે.  
 
શુ તમારા પ્રોફેસર સારા હતા.. એમ્સની ઈમારત સારી હતી.. તમે થોડા મહેનતી હતા તેથી આજે આ દિવસ આવ્યો. જો આવુ વિચારશો તો જીંદગી જોવાનો દ્રષ્ટિકોણ પુર્ણતા તરફ લઈ જશે. 
 
ક્યાથી મળી તમને સુવિદ્યાઓ. કોઈ ગામની બસનુ બજેટ.. કોઈ પછાત વિસ્તારના શાળાનુ બજેટ અહી ડાયવર્ટ કર્યુ હશે કોઈ બીજાનો હક તમને મળ્યો હશે જેતેહે ડોલ્ટરોને બેસ્ટ સુવિદ્યાઓ મળે. આ અનિવાર્ય રહ્યુ હશે કારણ કે દેશને તમારી જરૂર છે પણ આ પણ તમારે યાદ રાખવુ જોઈએ કે સમાજે કેટલુ તમને આપ્યુ છે.  હવે તમારો વારો આવ્યો છે બધાનુ કર્ઝ ચુકવવાનો. 
 
તમે પણ ક્યારેક મિત્રો સાથે રજાઓ ગાળવા જતા હશો. દર્દીઓ ત્યારે પણ હોય છે. પણ આ બ્રેક જરૂરી છે.  ક્યારેક એવો પણ બ્રેક લો કે ડોક્ટર મિત્રો સાથે પાંચ છ દિવસ જંગલોમાં પછાત વિસ્તારોમાં જાવ અને ત્યા દર્દીઓની સારવાર કરો. તેમને સ્વસ્થ રહેવાનુ માર્ગદર્શન આપો.