શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 નવેમ્બર 2014 (13:56 IST)

લોકો મોદી પાસે માંગી રહ્યા છે 15 લાખ રૂપિયા

કાળાનાણાનો મુદ્દો ભાજપા સરકાર સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ મુસીબત બની રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા મોદી પાસે લોકો 15 લાખ રૂપિયાનો હિસાબ માંગી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ચૂંટ્ણી પહેલા કહ્યુ હતુ કે ભારતનુ બધુ કાળુ નાણુ પરત આવી ગયુ તો એ પૈસો એટલો હશે કે દેશના ગરીબોના એકાઉંટમાં 15 લાખ રૂપિયા નાખી શકાય છે.  જેવા નરેન્દ્ર મોદી પોતાના ટ્વિટર એકાઉંટ પર ટ્વિટ કરે છે કે લોકો તેમને રિપ્લાય કરીને 15 લાખ રૂપિયાનો હિસાબ માંગે છે. 
મોદીએ પોતાના પર્સનલ ટ્વિટર હેંડલ@narendermodi  પર તુર્કીના લોકોને તેમના નેશનલ ડે પર શુભેચ્છા પાઠવી. આ ટ્વીટ પર તેમણે 360 રિટ્વીટ અને 794 ફેવરેટ્સ મળ્યા. પણ બીજી બાજુ આ ટ્વીટ પર એક જંગ પણ છેડાય ગઈ. મોદીના આ ટ્વીટના રિપ્લાયમાં મોટાભાગના લોકોએ મોદીને એક જ પ્રશ્ન પુછ્યો હતો .. 'મારા 15 લાખ રૂપિયાનુ શુ સર ? એવા અનેક યુઝર્સ છે જે પ્રધાનમંત્રીને તેમના દરેક ટ્વીટ પર આ સવાલ પુછી રહ્યા છે.  સમાચાર એ પણ છે કે આમ આદમી પાર્ટીના સમર્થક છે. જે બીજેપી અને પ્રધાનમંત્રીને આ કાળાનાણા મુદ્દે ઘેરી રહ્યા છે.