જ્યા રોજા-ઈફ્તાર પાર્ટીઓ થતી હતી ત્યા દિવાળી મિલન દ્વારા મોદીએ સાંસ્કૃતિક વાતાવરણ બદલ્યુ - સામના

નવી દિલ્હી| Last Modified મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (10:50 IST)

શિવસેનાના મુખપત્ર સામનામાં પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે
સામનામાં શિવસેનાએ પીએમના દિવાળી મિલનના વખાણ કર્યા છે.

સામનામાં કહેવાયુ છે કે પીએમે વાતાવરણ બદલ્યુ છે. પહેલા રોજા-ઈફ્તારની દાવત થતી હતી પણ હવે દિવાળી મિલન થવાના સંકેત છે.

સામનામાં શિવસેનાના વખાણ કરતા લખવામાં આવ્યુ છે કે કોંગ્રેસવાળા રોજા-ઈફ્તારની દાવતો રાષ્ટ્રીય પર્વની જેમ આયોજીત કરતા હતા આવી દાવતોમાં મુસલમાનો પ્રત્યે પ્રેમ ઓછો અને વોટ બેંકની રાજનીતિ વધુ હતી.

લખવામાં આવ્યુ છે કે 'વોટ બેંકની રાજનીતિ મોદીના સત્તામાં આવ્યા પછી લગભગ ખતમ થઈ ગઈ છે. મોદીએ દેશનો સાંસ્કૃતિક ચેહરો બદલવાનુ નક્કી કર્યુ છે.'

આ સાથે જ શિવસેનાએ સામનામાં કહ્યુ છે, 'હવે દિલ્હીમાં રોજા-ઈફ્તારની દાવતોને બદલે દિવાળી મિલનના સમારંભ થઈ રહ્યા છે. આ બદલાવ સકારાત્મક છે. પણ તેનાથી મુસલમાનોએ ગભરાવવાની જરૂર નથી.'

પીએમના વખાણમાં સામનામાં લખવામાં આવ્યુ છે કે 'દેશના પીએમ જ્યારે આ તહેવારો ઉજવે છે તો હિંદુ સમાજ રોમાંચિત થયા વગર નથી રહી શકતો તેથી અમે મોદીની પ્રશંસા કરી રહ્યા છીએ.'આ પણ વાંચો :