શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2015 (13:05 IST)

મોદી સાથે રહેવામાં જ કોમની ભલાઈ - ઉર્દુ વિવિ. કુલપતિ જફર યૂનૂસ

મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ વિશ્વવિદ્યાલય(માનૂ) હૈદરાબાદના ચાંસલર જફર યૂનૂસ સુરેશવાળાનુ કહેવુ છે કે અમારી કોમ પતનના રસ્તે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કે કોમની સૂઝબૂઝ જતી રહે છે.
 
સુરેશવાળા શુક્રવારે જામિયા ઉર્દૂ અલીગઢની સ્થાપના દિવસ પર મુસલમાનોની સમસ્યાઓ અને અમારી જવાબદારીઓ વિષય પર બોલી રહ્યા હતા. આ અવસર પર જામિયા ઉર્દુ દ્વારા જફર સુરેશવાળાને દખ્તૂર-એ-અદબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પોતાના સંબોધનના ક્રમમાં સુરશવાળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુણગાન કર્યા. 
 
તેમણે કહ્યુ કે આજે મુસલમાન ગુસ્સો નાકની દંડી પર રાખે છે.  આપણે આ મુલ્કમાં આવ્યા છે અને રહીએ છીએ.  આપણે હિન્દુઓને શુ આપ્યુ ? 1200 વર્ષથી રહી રહ્યા છે. પણ આજ સુધી હિંદુ ભાઈ આપણા નામનુ યોગ્ય ઉચ્ચારણ નથી કરી શકતા. 
 
ક્યારે આપણે તેમને અલ્લાહ હૂ અકબર કે અજાન વિશે જણાવ્યુ. આજે જરૂર એ વાતની છેકે આપણે આપણી જીંદગીમાં ઈસ્લામને લાવીએ. આજે આપણે ફક્ત બે જ સ્થાન પર મતલબ પત્નીને તલાક આપતી વખતે કે પિતાના મોત પછી બહેનના ધનને હડપતી વખતે ઈસ્લામને યાદ કરીએ છીએ. 
 
તેમણે કહ્યુ કે 90 ટકા સમસ્યા આપણી અંદર છે. જેને દૂર કરી લેશો તો સમસ્યાઓ દૂર થઈ જશે. યૂપી અને બિહારવાળાને કહેવા માંગુ છુ કે મુસલમાનોની સમસ્યાઓને લઈને સીધા નરેન્દ્ર મોદી સાથે વાત કરો. રાજનીતિના દલાલોથી બચો. હુ નરેન્દ્ર મોદીને 12 વર્ષથી નિકટથી જોઈ રહ્યો છુ. 
 
મોદી માને છે કે મુસલમાન પાછળ રહી ગયા છે. દેશ ત્યા સુધી વિકાસ નથી કરી શકતો જ્યા સુધી મુસલમાન પોતાનો વિકાસ નથી કરતા.  તેઓ એ પણ સ્વીકારે છે કે મુસલમાનોને પોતાનુ કરતબ બતાડવાની તક નથી મળી અને તેમની સાથે ભેદભાવ થયો છે. 
 
આપણે મોદી પાસે ફક્ત બે વસ્તુઓ માંગીએ છીએ.  અમને ફક્ત તક આપો અને અમારી સાથે ભેદભાવ ન કરો. પછી સુરેશવાળાએ પત્રકારોને કહ્યુ કે જ્યારે મુલાયમ સિંહ યાદવ, મમતા બેનર્જી  વગેરે મોદીને મળી શકે છે તો આજમ ખાં અને જફર સુરશવાળા કેમ નહી ? 
 
તેમનુ કહેવુ હતુ એક ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડમાં બે પ્રકારના લોકો છે. એક ઉલેમા અને બીજા રાજનીતિના ઠેકેદાર. રાજનીતિના ઠેકેદાર નથી ઈચ્છતા કે મુસ્લિમોનો સંબંધ નરેન્દ્ર મોદી સાથે સારો બને. આ લોકોએ દેશના મુસલમાનોની સુરક્ષાને રાજનીતિક મુદ્દો બનાવીને ફાયરિંગ રેંજમાં નાખી દીધા છે.