શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: ગુરુવાર, 13 નવેમ્બર 2014 (12:54 IST)

ઓબામાએ મોદીને આપ્યુ નવુ નામ - "મેન ઓફ એક્શન'

આસિયાન સંમેલનમાં ભાગ લેવા મ્યાંમાર પ્રવાસ પર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે બુધવારે એક સંક્ષિપ્ત મુલાકાત થઈ. 
 
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઓબામાએ પીએમ મોદીને "મેન ઓફ એક્શન'  મતલબ કાર્યવાહી કરનારા વ્યક્તિ બતાવ્યા. બંને નેતાઓ વચ્ચે છેલ્લા છ અઠવાડિયામાં આ બીજી મુલાકાત હતી. 
 
આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ ઓબામાએ વ્હાઈટ હાઉસમાં મોદી માટે ભોજનુ આયોજન કર્યુ હતુ. એ સમયે મોદી સાથે હાથ મિલાવતા ઓબામાએ ગુજરાતીમાં કેમ છો કહ્યુ હતુ. 
 
વિદેશ મંત્રાલયના પ્રવકતા સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરી કહ્યુ કે રાત્રિ ભોજના પ્રસંગ પર ઓબામાએ પીએમ મોદીનુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે તમે ત્વરિત પગલા ઉઠાવનારા વ્યક્તિ છો.  
 
રાત્રિભોજની મેજબાની મ્યાંમારના રાષ્ટ્રપતિ થિન સેનેકરી. ઓબામા અને મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા મ્યાંમાર પહોંચ્યા છે. આ અનૌપચારિક મુલાકાતમાં સેનની મોદી અને ઓબામા બંને નેતાઓ સાથે રુ-બ-રુ થવાની તક મળી.