ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (10:40 IST)

રવિવારે નરેન્દ્ર મોદી સાથે ઓબામા પણ કરશે 'મન કી બાત' ?

ઓલ ઈંડિયા રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ 'મન કી બાત'માં આ વખતે 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ પોતાના વિચારો જણાવી શકે છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ દિવસની ભારત યાત્રા પર આવી રહેલ અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ ભેટ પણ આપવાના છે. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી મિશેલ ઓબામાને 100 બનારસી સાડીયો ભેટમાં આપશે.  કોઈપણ લોકતંત્રીય દેશમાં ભેટની લેવડ-દેવડને મુખ્ય માનવામાં આવે છે. 
 
રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા દરમિયાન સુરક્ષા અને ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. ઓબામા ગણતંત્ર દિવસ પર ભારત આવનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ રહેશે. ઓબામા ત્યારબાદ દુનિયાના સાત આશ્ચર્યોમાંથી એક તાજમહેલને નિહાળવા આગ્રા પણ જશે. બરાક ઓબામાની બંને પુત્રીઓ માલિયા અને શાસા ભારત પ્રવાસ પર પોતાના માતા-પિતા સાથે નહી આવે. 
 
 'મન કી બાત' પર નરેન્દ્ર મોદીની સાથે ઓબામાના વિચારોને મુખ્ય પહેલુ માનવામાં આવી રહ્યો છે. કારણ કે અત્યાર સુધી આ વાતની સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવરાત્ર દરમિયાન થયેલ અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને મોદીની સંયુક્ત સંપાદકીય ત્યાના પ્રમુખ સમાચારપત્રોમાં છપાઈ હતી.