ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: મુંબઈ , શનિવાર, 22 નવેમ્બર 2014 (10:58 IST)

'એ તેડવા આવે તો હું તૈયાર છુ' - જશોદાબેને નરેન્દ્દ્ર મોદી સાથે રહેવાની તૈયારી બતાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને તેમના પતિ સાથે રહેવાની તેમની ઈચ્છા વિશે આજે તેમનુ મૌન તોડ્યુ છે. અને કહ્યુ કે જો મોદી રાજી હોય તો પોતે એમની સાથે રહેવા તૈયાર છે. 
 
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જશોદાબેને કહ્યુ કે 'અગર વો  લેને આયે તો મે તૈયાર હુ.' 
modi with jashodaben
મુંબઈ નજીકના ઉપનગર મીરા રોડમાં પોતાના એક સગાને ત્યા કોઈક  પ્રસંગમાં હાજરી આપવા અમટે જશોદાબેન આવ્યા છે અને ત્યા મીડિયા સાથે વાતચીત કરતા તેમણે મોદી સાથે રહેવાની ઈચ્છા બતાવી હતી જો કે આ અગાઉ પણ જશોદાબેન મોદી સાથે રહેવાની તૈયારી બતાવી હતી. મોદીએ જશોદાબેન સાથે 1968માં જ્યારે તેઓ સગીર વયના અહ્તા ત્યારે લગ્ન કર્યા હતા. મોદીએ આ વર્ષના પ્રારંભમાં વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે પહેલીવાર કબૂલ કર્યુ હતુ કે જશોદાબેન તેમના પત્ની છે. 
 
જશોદાબેનને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપનું સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યુ છે. આ સુરક્ષા વડા પ્રધાન અને તેમના પરિવારના સૌથી નિકટના સભ્યોને આપવામાં આવે છે. 
 
જશોદાબેન નિવૃત સ્કુલ શિક્ષાકા છે અને ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના ઈશ્વરવાડા ગામમાં બે ભાઈ સાથે શાંતિનુ જીવન જીવે છે. 
 
જશોદાબેનના ભત્રીજા મંકુલ પંચાલે કહ્યુ છે કે મારા કાકી દરરોજ સવારે વહેલા ઉઠે છે અન તેમના પતિની સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરે છે. 
 
જશોદાબેનના ભાઈ અશોકનું કહેવુ છે કે મોદીથી અલગ થયા બાદ અમારા બહેનનો શિક્ષણનો ખર્ચ અમારા પિતાએ ઉપાડ્યો હતો અને ત્યારબાદ તે શિક્ષિકા બન્યા હતા. અમે લોકોને ક્યારેય કહ્યુ નહોતુ કે તે મોદીના પત્ની છે. મોદી વડા પ્રધાન બની ગયા તે પછી પણ એમણે કોઈ સ્પેશિયલ સવલત માંગી નથી. માત્ર પોલીસ રક્ષણ મળ્યુ છે.
 
જશોદાબેનની સાથે ગુજરાતથી પાંચ પોલીસ જવાન મુંબઈ આવ્યા છે. મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં જશોદાબેન જે મકાનમાં રોકાયા છે. તેની બહાર એક અન્ય પોલીસ ટુકડી પહેરો ભરતી હોય છે. આ ટુકડીમાં એક ઈંસ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલ છે. મકાનની બહાર એક પોલીસ વેન ઉભેલી જ હોય છે.  
 
કાશ્મીરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ કદમનું કહેવુ છે કે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટના આદેશના પગલે અમે જશોદાબેનને સલામતી વ્યવસ્થા પુરી પાડે છે અને અમે મીરા રોડમાં અનેક ઠેકાણે નાકાબંધી કરી રહ્યા છીએ.  જશોદાબેનની મુલાકાત જગજાહેર થાય છે એવુ અમે ઈચ્છતા નહોતા.