શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (14:15 IST)

નવસારીમાં પીએમ દ્વારા દિવ્યાંગોને મળનારી ચીજો

અતુલ્ય ભારત યોજના અંતર્ગત દિવ્યાંગને પગભર બનાવવા માટે અભિયાન હાથ ધરાયું જેમાં નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કીટ વિતરણ કરવામાં આવશે. નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં રૂપિયા 8 કરોડની સાધન સહાયનું 15 હજાર દિવ્યાંગ બાળકોને વિતરણ થશે. નવસારીના આંગણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યા છે.  દક્ષિણ ગુજરાતના 11 હજારથી વધુ દિવ્યાંગો અને 1 લાખ જેટલા લોકો નરેન્દ્ર મોદીના દિવ્યાંગ કેમ્પમાં હાજર રેહશે. નરેન્દ્ર મોદી વિવિધ કિટો દિવ્યાંગોને અર્પણ કરશે. જેમાં ૯૩૧ ટ્રાઈસિકલ, 1,388 વ્હીલચેર, ૬૪ સીપી ચેર, ૧૭૮૪ હેરિંગઆઈપેડ, ૩૧૯૦ વિસ્યુલ આઈપેડ, ૨૬૧૭ મેસીડકીટ, ૯૫૩ ક્લેપર્સ અને પ્રોથેસીસ, ૯૬ અધર્સ, ૧૦૦ નેશનલ ટ્રસ્ટ, ૧૦૦  એચ.ડી.એફ.સી. કુલ ૧૧૨૨૩ કિટનું વિતરણ કરાશે. દક્ષિણ ગુજરાતનો નવસારીમાં થઇ રેહલ દિવ્યાંગ કેમ્પ અનેક વિશ્વ વિક્રમો સ્થાપશે. દિવ્યાંગો માટે નવી આશા લઈને આવેલ આ કેમ્પથી દિવ્યાંગનો હોસલો બુલંદ થશે.