શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 3 જુલાઈ 2015 (17:36 IST)

પ્રધાનમંત્રીજી સેલ્ફીથી બદલાવ નથી આવતો - શ્રૃતિ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર દ્વારા પ્રધાનમંત્રી પર ટિપ્પણી કર્યા પછી અભિનેત્રી શ્રુતિ સેઠને નફરત ભરેલ અનેક સંદેશ મળ્યા છે. શ્રૃતિએ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ખુલ્લો પત્ર  લખ્યો છે.   
 
વાંચો શ્રૃતિનો પુરો પત્ર 
 
હુ આ પુર્ણ રાષ્ટ્રના નામે લખી રહી છુ. કારણ કે કોઈ એક વ્યક્તિને સવા અરબ લોકોના વિચાર બદલવા માટે જવાબદાર નથી ઠેરવી શકાતી. 
ફેરફાર ત્યારે આવી શકે છે જ્યારે વ્યક્તિગત સ્તર પર જાગૃતતા આવે. 
 
28 જૂનની સવારે મે #SelfiWithDaughter અભિયાન જેણે પ્રધાનમંત્રીના આર્શીવાદ મળ્યા હતા, પર મારા વિચાર જણાવવાની ભૂલ કરી હતી.  મોટાભગના લોકો આ આંદોલન અને કન્યા ભ્રૃણ હત્યા વિરુદ્ધ જાગૃતતાની સારી રીત લાગી.  પણ જાહેર કરવાની ભૂલ કરી હતી. 
 
મોટાભાગના લોકોને આ આંદોલન અને કન્યા ભ્રૃણ હત્યાના વિરુદ્ધ જાગૃતતાનો સારી રીત લાગી.  પણ મને આ વિચાર ગમ્યો નથી.  આ ધ્યાન રહે કે મારી પોતાની 11 મહિનાની પુત્રી છે.  
 
પ્રધાનમંત્રી મોદીની અપીલ પર લોકોએ પુત્રીઓ સાથે સેલ્ફી શેયર કરી હતી. જે વ્યક્તિને ફેરફારનો નવો યુગ લાવનારો બતાવાય રહ્યો છે હુ તેમને અવા તુચ્છ અભિયાનો નહી કંઈક ઠોસ કરવાની આશા કરુ છુ.  ત્યારબાદ મે એક મોટી ભૂલ કરી મારા વિચાર ટ્વિટર પર સાર્વજનિક કરવાની હિમંત પણ કરી.  અને પછી જો શેક્સપિયરના શબ્દોમાં કહેવામાં આવે તો નર્કના દ્વાર ખુલી ગયા.   મારા વિરુદ્ધ નફરત ભરેલી ટ્વીટની સુનામી આવી ગઈ. 
 
ટ્વીટમાં મને મારા પરિવારને મારા મુસલમાન પતિને મારી 11 મહિનાની પુત્રી અને એક અભિનેત્રીના રૂપમાં મારા ઓસરતા કેરિયરને નિશાન બનાવવામાં આવ્યુ. 
 
શ્રૃતિ સેઠે મોદીને સેલ્ફી માટે સનકી કહ્યા હતા 
 
મેં અમારા પ્રધાનમંત્રીને #SelfieObsesed (સેલ્ફી પ્રેમી) કહ્યા હતા અને તેમને ખોટા નાટકો કરવાને બદલે સુધાર કરવા માટે કહ્યુ હતુ. શુ આ ખોટુ હતુ ? શુ આ ખૂબ કઠોર હતુ ? દેખીતુ છે કે જે તેમની અને તેમનુ અને તેમના સરકારનું સમર્થન કરે છે તેમના માટે આ ભૂલ હતી. 
 
મારો એક કર ચુકવતા ભારતીય નાગરિકનો આ દેશની નીતિયો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. મે તેમની સત્તાને પડકાર આપવાની હિમંત કરી. મે દેશની સૌથી મોટી ઓફિસ (અસલમાં જે રાષ્ટ્રપતિનુ છે)નુ અપમાન કર્યુ. તેથી મને સજા તો મળવી જ જોઈતી હતી.  સજા પણ એવી જે ટ્વિટર પર ગુમનામીનો ફાયદો ઉઠાવનારા લોકો આપી શકે છે.  મહિલાઓ અને પુરૂષોને એક સમાન રૂપે મારા વિશે ગંદામાં ગંદી વાતો કરી. મારુ કોઈની પુત્રીના રૂપમાં એક પત્નીના રૂપમાં એક માના રૂપમાં અને સૌથી મહત્વપુર્ણ એક મહિલાના રૂપમાં જે પણ સન્માન છે તે છીનવી લીધુ. 
 
જે પુરૂષ થોડી મિનિટ પહેલા પોતાની પુત્રીઓ સાથે સેલ્ફી પોસ્ટ કરી રહ્યા હતા તેઓ બીજી જ ક્ષણે મારા વિશે અપમાનજનક વાતો કહી રહ્યા હતા. 
 
મને પૂછી રહ્યા હતા કે શુ મને મારા અસલી બાપનુ નામ ખબર છે કે નહી. સવાલ કરી રહ્યા હતા કે બાળપણમાં મારુ યૌન શોષણ તો નથી થયુ ને કે હુ સેલ્ફી વિથ ડૉટરનો વિરોધ કરી રહી છુ.  અને આ ટિપ્પણીયો તો તુલનાત્મક રૂપે સભ્ય છે. શાબાશ પુરૂષો.. તમારી પુત્રીઓએન તમારા પર જરૂર ગર્વ થશે. 
 
મહિલાઓ જેમણે એક બીજાને સશક્ત કરવા જોઈએ.. મને પૂછી રહી હતી કે શુ હુ વેશ્યા છુ અને શુ હું મારી પુત્રીને પણ વેશ્યા બનાવવા માંગુ છુ ? અને શુ  હું પ્રધાનમંત્રીના નામનો ઉપયોગ કરીને મારા નિષ્ફળ કેરિયરમાં ફરી જીવ ફૂંકવા માંગુ છુ અને સસ્તી લોકપ્રિયતા મેળવવા માંગુ છુ. 
 
હુ તો વિચારીને જ ધ્રુજી જઉ છુ કે તમારા પુત્રોના મનમાં સ્ત્રીઓ  પ્રત્યે કેટલુ સન્માન હશે. તો પ્રશ્ન એ છે કે તમારી પુત્રીઓ સાથે સેલ્ફી લેવાથી શુ થશે.  જ્યારે તમે ખુદ જ તેમને ઉછેરવા માટે ઝેરીલુ વાતાવરણ બનાવી રહ્યા છો. તસ્વીર લેવાથી આપણા સમાજમાં અંદર સુધી ઘુસેલી પિતૃ-સત્તાત્મકતા અને મહિલાઓ પ્રત્યે નફરત કેવી રીતે ઓછી થઈ જશે  ? 
 
તમે પુત્રીઓની સંખ્યા વધારવાની ચિંતા કેમ કરો છો જ્યારે તમે તેમની સાથે એટલો ખરાબ વ્યવ્હાર કરો છો. એ બધા જેઓ 48 કલાકથી મારી પાછળ પડી રહ્યા છે શુ એક ક્ષણ માટે પણ એ વિચારશે કે હુ પણ કોઈની પુત્રી છુ.  શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારી પુત્રી સાથે આવુ થાત તો તમને કેવુ લાગતુ ? હુ જાણુ છુ કે આનો જવાબ ના છે.  કારણ કે તમે બધા તો તસ્વીર ખેંચાવવામાં અને તમારી #SelfieWithDaughter પર લાઈક અને રિટ્વીટ એકત્ર કરવામાં વ્યસ્ત હતા. 
 
જ્યા સુધી આપણા સન્માનિત પ્રધાનમંત્રીનો સવાલ છે હુ તેમને ફક્ત એટલુ જ કહેવા માંગુ છુ .. 
 
પ્રિય સર જો તમે સાચે જ મહિલાઓને સશક્ત કરવા માંગો છો તો હુ તમને વિનંતી કરુ છુ કે તમે તમારા નામ દ્વારા આવી નફરત ફેલાવવાની આલોચના કરો. મને ખેદ છે કે મેં પ્રતિક્રિયાઓ પછી મારી શરૂઆતની ટ્વીટ ડિલીટ કરી નાખી. પણ મેં જે કહ્યુ તેના પર અડગ છુ અને ફરીથી કહુ છુ કે સેલ્ફીથી બદલાવ નથી આવતો. સુધારા કરવાથી આવે છે. તેથી કોશિશ કરો અને એક તસ્વીર કરતા મોટા અને સન્માનીય બનો." 
 
જ્યા સુધી આ અભિયાન વિશે મારા શરૂઆતના વિચારોનો સવાલ છે કે આ કશુ નહી ફક્ત એક દેખાવો છે, હુ જાણીને દુ:ખી છુ કે મારા શરૂઆતમાં જે વિચારો હતા છેવટે  એ જ સત્ય સાબિત થઈ ગયા છે.