મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (11:35 IST)

શિક્ષક દિવસ પર મોદીની ક્લાસ, જાણો શુ કહ્યુ મોદીએ વિદ્યાર્થીઓને..live

શિક્ષક દિવસના એક દિવસ પહેલા શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના માનેક શો સેંટરમાં શાળાના બાળકોને સંબોધિત કરી રહ્યા છે. મોદીએ કહ્યુ.. 

-બોકારોની અંશિકાના પ્રશ્ન સફળતાની રેસીપીના જવાબમાં કહ્યુ કે નિષ્ફળતાને ક્યારેય સપનાનુ કબ્રસ્તાન ન બનવા દેવુ જોઈએ. જે નિષ્ફળતામાંથી સીખે છે તે જ સફળ થાય છે. નિષ્ફળતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ સફળતાની તરફ લઈ જાય છે. દુનિયામાં એવુ કોઈ નથી જે ક્યારેય નિષ્ફળ નથી થયુ.  બાળકોને પોલિએના પુસ્તક વાચવુ જોઈએ. તેમા સફળતાની સીખ આપી છે.  મનમાં નક્કી કરી લેવાથી સફળતા મળી જાય છે.  

-બેંગલુરૂના એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં કહ્યુ કે દેશમાં સારા શિક્ષકોની કમી નથી. બાળકોના માધ્યમથી હું શિક્ષકોને જોઉ છુ. આજના યુવા શિક્ષક કેમ નથી બનવા માંગતા ? આજના કાર્યક્રમથી શિક્ષકને પ્રેરણા. શિક્ષાનો વ્યવસાય પેઢીઓ તૈયાર કરે છે. આઈએએસ આઈપીએસ વર્ષમાં 100 કલાક ભણાવે 
 
- તમિલનાડુના કે વિશાલીનો સવાલ દેશની સેવા આપણે કેવી રીતે કરી શકીએ છીએના જવાબમાં કહ્યુ કે દેશને એસેવા માટે મોટી મોટી વાતો નથી કરવાની હોતી. નાની નાની વાતોથી પણ તમે દેશની સેવા કરી શકો છો. વીજળી બચાવવી. ભોજન બચાવવુ ભણણુ સિખવવુ પણ દેશની સેવા છે.  ફક્ત નેતા બનવાથી કે સૈનિકમાં ભરતી થવાથી જ દેશની સેવા નથી. 

- પટનાના અણમોલનો સવાલ પ્રતિસ્પર્ધાની પરીક્ષાઓમાં શાળાના અભ્યાસ પર અસર અને તેનાથી કેવી રીતે બચવુ ના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે ફેરફાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. કેરેક્ટર સર્ટિફિકેટ વહેંચવુ હવે ખાનાપૂર્તિ બની રહ્યુ છે. કેરેક્ટર સર્ટિફિકેટની જગ્યાએ હવે એપ્ટિટ્યૂડ સર્ટિફિકેટ આપો. તેમા વિદ્યાર્થીઓના મિત્ર યોગદાન આપે.  આ તેના જીવનમાં ખૂબ બદલાવ લાવશે.  જ્યા સુધી ડિગ્રી અને નોકરીની હદમાં જ વિચારશુ તો મુશ્કેલી પડી જાય છે. જો તમને કવિતાનો શોખ છો તો લખતા જાવ .. તમને પેટિંગનો શોખ હોય તો કરતા જાવ.... આને કારણે તમને જીવનમાં એક વખત ખૂબ જ સંતુષ્ટિ મળશે. 
 
- બેંગલુરૂની અનુપમા અને તેમની ટીમનો પ્રશ્ન સ્વચ્છ ભારતના અભિયાનના પડકારો સંબંધી પ્રશ્નના જવાબમં પીએમે કહ્યુ કે આ અભિયાન આપણા સ્વભાવ સાથે જોડાયો. નેતાની વાતની દરેક આલોચના કરે છે. પણ તેના આના બધા વખાણ કરે છે. મીડિયાએ કમાણી છોડીને સફાઈ અભિયાનને લોકો સુધી પહોંચાડવાનું બીડુ ઝડપ્યુ. 

- ગોવાની સોનિયા નિલપ્પા પાટીલનો પ્રશ્ન તમે કઈ રમત પસંદ છે. ના જવાબમાં કહ્યુ  કે છોકરીઓએ રમતમાં આગળ વધવામાં માતાની ભૂમિકા મુખ્ય. રાજનીતિવાળા કંઈ રમત રમે છે એ તો તમે જાનો છે. ઝાડ પર ચઢવુ લટકવુ કબડ્ડી ખો ખો મારે માટે. તરવુ યોગા મારો શોખ છે. હુ સવારે પાંચ વાગ્યે વ્યાયામ શાળા જતો હતો. 
 
- ઉત્તરાખંડના સાર્થક ભારદ્વાજના સવાલ વગર વીજળી ડિઝિટલ ઈંડિયાનો સપનુ પુરુ કેવી રીતે થશેના જવાબમાં પીએમે કહ્યુ કે હુ સરકારી અધિકારેઓની પાછળ લાગુ છુ કે એક હજાર દિવસમાં 18000 ગામમાં વીજળી પહોંચાડવાની છે. 2022 સુધી 24 કલાક વીજળીનુ લક્ષ્ય. વીજળી નથી તો સોલર સિસ્ટમથી પણ આ કરી શકાય છે. ડિઝિટલ ઈંડિયા સશક્તિકરણનુ મિશન તેમા વીજળી ક્યારેય અવરોધ નહી બને. 

- મણિપુરની એક વિદ્યાર્થીનીના પ્રશ્ન રાજનેતા બનવા માટે શુ કરવુ તેના જવાબમાં કહ્યુ કે દેશમાં રાજનીતિક જીવનનુ એટલી બદનામી થઈ ચુકી છે કે લોકોને લાગે છે કે અહી જવુ જ ન જોઈએ. આનુ ખૂબ નુકશાન થયુ. અહી બધા ક્ષેત્રોના લોકોએ આવવુ જોઈએ. નેતા કેમ બનવુ એ સમજવુ જરૂરી. ખુદમાં નેતૃત્વ ક્ષમતા વિકસિત કરો 
 
- એક પ્રશનના જવાબમાં મોદીએ કહ્યુ કે મોટા બનવાનું મોટુ નુકશાન થાય છે. જીવનમાં કોઈ એકને કારણે નથી બનતુ. લોકો આપણને કશુ ને કશુ આપીને જાય છે. મારો સ્વભાવ બાળપણથી જ જિજ્ઞાસુ રહ્યો. તેનો મને ફાયદો થયો. મારા ગામમાં સારી લાઈબ્રેરી હતી. વિવેકાનંદને વાંચ્યા. 

- આપણુ કામ છે પેઢીઓને ભણાવવી. પેઢીઓને આગળ વધારવી. આપણે રોબર્ટ નથી બનાવવાના. ભણી ગણીને ઈંટેલિજેંસ બનીને ફક્ત રોબર્ટ તૈયાર નથી કરવાના. તેમની અંદર સંવેદના પણ હોવી જોઈએ. સંવેદના શીખવા માટે કલાને જીવનમાં સામેલ કરવુ ખૂબ જરૂરી છે. 

- સંસ્કાર અને અપનત્વનુ મહત્વ 
- બાળકનુ મન જીતવુ શીખવાડી શકે છે. તેટલુ કોઈ નથી શિખવાડી શકતુ 
- ઘટનાઓનુ યોગ્ય ચિત્રણ બાળકના મનમાં 
-બધી શાળાઓ ખુદને જોડશે 
- કલા ઉત્સવમાં એક કલ્પના છે. 
-આજની કલા ઉત્સવની વેબસાઈટનો શુભારંભ પણ કર્યો 
- ટીચરનો વ્યવસાય બીજા વ્યવસાયોથી અલગ છે અને ખૂબ સન્માનપૂર્ણ અને મહત્વપુર્ણ છે.  
- 100 ડોક્ટર બનાવનારો શિક્ષક યાદ નથી કરવામાં આવતો 
- શિક્ષકમાં વિદ્યાર્થીઓના પ્રત્યે ભક્તિભાવ હોવો જોઈએ 
-ટીચર કુંભારની જેમ એક એક બાળકને ઘડે છે 
- વિદ્યાર્થી અને શિક્ષકની જોડી જીવવાની કળા શીખવાડે છે. સપના સજાવે છે.  
- શિક્ષકે યાદગાર વિદ્યાર્થી પર લખવુ જોઈએ 
- કલામે ભણાવતા ભણાવતા શરીરને ત્યાગ્યુ 
- કલામ અંતિમ સમય સુધી બાળકો વચ્ચે રહ્યા 
- ડો. કલામ ઈચ્છતા હતા કે તેમને હંમેશા એક શિક્ષકન રૂપમાં યાદ રાખવામાં આવે 
- ડો. કલામે રાષ્ટ્રપતિ પદ છોડવાને ભણાવવાનુ શરૂ કરી દીધુ 
- આપણે રાધાકૃષ્ણને તો નહી પણ ડો. અબ્દુલ કલામને જોયા છે. 
- ડો. રાધાકૃષ્ણની અંદર હંમેશા શિક્ષક રહ્યા 
- શિક્ષક ક્યારેય વયના બંધનમાં નથી બંધાતો. તે ક્યારેય રિટાયર નથી થતા 
- બાળકનો સૌથી વધુ સ્માય શિક્ષક સાથે વીતે છે 
 
- મા જીવન આપે છે અને ગુરૂ જીવન આપે છે 
- તે પોતાના પરાક્રમથી પોતાના ગુરૂજનોનુ નામ રોશન કરે છે 
- શિક્ષકની ઓળખ વિદ્યાર્થી હોય છે 
- આવતીકાલે કૃષ્ણ સાથે રાધાકૃષ્ણનો પણ જન્મદિવસ 
- મોદીએ સર્વપલ્લી રાધાકૃષ્ણન પર 10નો સિક્કો રજુ કર્યો 
- સ્મૃતિ ઈરાનીએ કહ્યુ વર્ષમાં પહેલી એક નવી શરૂઆત થઈ 
- સંકલ્પને વિશ્વાસમાં બદલ્યો