બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2017 (10:08 IST)

Nagpur News - રજાઓનો આનંદ લઈ રહેલ વિદ્યાર્થીઓ માટે સેલ્ફી બની મોત, હોડી પલટવાથી થઈ દુર્ઘટના

મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ વેના ડેમ પર રવિવારના રોજ પિકનિક મનાવા ગયેલા 9 મિત્રો નદીમાં ડૂબી ગયા સેલ્ફી લેતી વખતે હોડી પલટી જવાને કારણે ચાલક સહિત અનેક યુવકોના જીવ સાથે મોટી દુર્ઘટ્ના બની છે. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના રવિવારની છે. જ્યારે સેલ્ફી લેતી વખતે નાવડી ડૂબવાથી બધા પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારબાદ રેસક્યૂની શરૂઆત ત્યા માછલી પકડનારા લોકોએ શરૂ કરી. તાજી માહિતી મુજબ બે શબ જપ્ત કરી લેવામાં આવ્યા છે. બીજી બાજુ ત્રણ લોકોનો જીવ બચાવવામાં આવ્યા છે.  જેઓ તરીને બહાર આવ્યા. ત્યારબાદ 6 લોકોની શોધ હજુ પણ ચાલુ છે. 
 
કહેવામાં આવી રહ્યું છે કે નાવમાં સવાર યુવકો સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા હતા, જેના કારણે નાવનું બેલેન્સ બગડી ગયું હતું અને તે પલટી ગઈ હતી. અત્યાર સુધી બે લોકોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે પ્રશાસન તરફથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.
 
સેલ્ફી લીધા પછી ફેસબુક પર પોતાની ફોટો પોસ્ટ કરીને થોડી જ ક્ષણ થઈ હતી કે અચાનક નાવડી ડગમગવા લાગી અને પલટાઈ જવાથી આ દુર્ઘટના બની.  આ દર્દનાક દુર્ઘટના રવિવારે થઈ. નાવડી ડૂબતા પહેલા યુવકોએ ફેસબુક પર લાઈવ કર્યુ હતુ પણ થોડી જ વારમાં તેમની આ પોસ્ટ તેમને માટે ભારે પડી ગઈ.  સેલ્ફીના ચક્કર અને ફેસબુકમાં પોતાની મસ્તીકેદ કરવાને કારણે નાવડી ડગમગવા માંગી અને નાવ પલટાઈ ગઈ. રવિવારની સાંજે આ ઘટના બની. જ્યાર પછી અંધારાને કારણે રેસ્ક્યૂ કાર્ય રોકી દેવામાં આવ્યુ. બીજી બાજુ સવારે સાત વાગ્યે ફરીથી મદદ કાર્ય શરૂ કરવામાં આવ્યુ.  નાગપુરના આ યુવકો રજાઓ ગાળવા માટે વેણા જલાશય પર ગયા હતા. બધા યુવક નાવડીમાં બેસીને જળાશય પર ફરવા નીકળ્યા.. સેલ્ફીને કારણે નાવડીનુ વજન એક બાજુ વધુ હોવાને કારણે નાવડી પલટાઈ જવાની શક્યતાઓ બતાવાય રહી છે.  
 
આ નાવડીમાં સવારે અતુલ જાનેશ્વર બાવણેને છોડીને કોઈને પણ તરતા આવડતુ નહોતુ. અતુલને છોડીને બધા પાણીમાં ડૂબી ગયા. અતુલ જેમ તેમ કરીને તરીને બાહર આવી ગયો હતો. પાણીમાં માછળી પકડનારાઓની મદદથી તરત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. રાત્રે 9.30 વાગ્યા સુધી એક લાશ પાણીની બહાર કાઢવામાં આવી હતી પણ અત્યાર સુધી બૉડીની ઓળખ થઈ નથી. 
 
 
જાણો શુ છે સમગ્ર ઘટના ? 
 
બધા યુવકોએ જળાશયનો આનંદ લેવામાટે નાવડી પર સવાર થઈને ડેમમા ઉતર્યા પણ વધુ વજન હોવાને કારણે નાવડી પલટાઈ ગઈ. આ ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બધા યુવક 25-30 વર્ષના હતા. ફેસબુક પર લાઈવ દરમિયાન યુવકોને એમસ્તી દરમિયાન તરતા નથી આવડતુ એવુ પણ કહેવામાં આવ્યુ હતુ.  આ માહિતી આ દુર્ઘટનામાં બચેલા લોકો દ્વારા જાણ થઈ. આ દુર્ઘટનામાં અતુલ બાવણે, રોશન દ્દોરકે અને અમોલ દોરકે સકુશળ બહાર નીકળી ગયા છે.  ડૂબનારાઓમાં બધા વિદ્યાર્થી હતા. હજુ પણ રેસ્ક્યૂ અભિયાન ચાલુ છે. આ ઘટનામાં બચનારાઓમાં બે નાવડી ચલાવનારાઓનો સમાવેશ છે.