મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (17:26 IST)

જાણો બેંક અને ડિજિટલ મોબાઈલ વૉલેટથી કેવી રીતે હટાવીએ આધાર

સર્વોચ્ચ ન્યાયાલયના ફેસલા મુજબ પ્રાઈવેટ કંપનીઓ માટે હવે આધાર ફરજિયાત નહી રહી ગયું છે. નિજી કંપનીઓ, ડિજિટલ મોબાઈલ વૉલેટ, બેંક અને ટેલીકૉમ કંપનીઓ વગેરેની સેવાઓ લેવા માટે લોકોને આધાર આપવું ફરજિયાત નહી રહી ગયું છે. 
 
પણ ટેલીકૉમ કંપનીઓએ અત્યારે આધાર ડી લિંક કરવાનો કોઈ પ્રોવિજન ઉપલબ્ધ નહી કરાવ્યુ છે પણ ડિજિટલ મોબાઈક વૉલેટ અને બેંક ખાતામાં જે લોકો આધાર રજિસ્ટર કરવા લીધું હતું અને હવે હટાવવા ઈચ્છે છે. તેના માટે આ ઉપાય કામના સિદ્ધ થઈ શકે છે. 
 
ડિજિટલ મોબાઈલ વૉલેટથી એવી રીતે ડી-લિંક કરવું 
કેટલાક ડિજિટલ વૉલેટ કંપનીઓએ તેમના એપ પર અત્યારે આધાર ડી લિંક કરવાનો ઑપશન નહી આપ્યું છે. આશા છે કે જલ્દી  આ સુવિધા કંપનીઓ એપમાં જ આપશે. પણ ત્યારે સુધી માટે આ ઉપાયથી આધાર ડી લિંક કરી શકે છે. જે કંપનીનો ડિજિટલ વૉલેટ તમે પ્રયોગ કરી રહ્યા છે તેના કસ્ટમર કેયરને ફોન કરવું પડશે તેમાથી તમને આધાર હટાવવાથી સંબંધિત ઈ મેલ મોકવવાનો કહેવું પડશે. કંપનીની તરફથી ઈ મેલ આવતા પર તમને તમારા આધારની કૉપી આપવી પડશે. ત્યારબાદ 72 કલાકની અંદર તમને આધાર તમારા ખાતાથી હટાવી શકાશે. 
 
બેંકથી આધાર હટાવવાનો આ ઉપાય છે 
અત્યારે બેંક ખાતાથી ઑનલાઈન ઉપાયથી આધાર ડી લિંક નહી કરી શકાય છે. તેના માટે તમને બેંકની શાખામાં જવું પડશે. અહી તમને આધાર હટાવવાનો ફાર્મ ભરીને જમા કરવું પડશે. 48 કલાકની અંદર તમારા ખાતાથી આધાર ડી લિંક કરી નાખશે. 
 
Paytm દ્વારા કેવી રીતે કરો આધાર ડી-લિંક?
- તમે પહેલા પેટીએમ હેલ્પનાઈન નંબર (01204456456) પર કૉલ કરો. 
- તમે તેઓને તમારા આધારને ડિ- લિંક કરવા માટે ઇ-મેઇલ મોકલો.
- જવાબમાં તેઓ તમારી ઓળખને સુનિશ્ચિત કરવા  તમારી પાસે આધાર કાર્ડની કોપીની માંગ કરી શકે, 
- 72 કલાકની અંદર તમને આધાર ડી-લિંકનો ફાઇનલ Mail પેટીમ તરફથી આવશે.
- તેને તમે ક્રોસ ચેક પણ કરી લો
 
તે સિવાય કોઈ સંસ્થાથી જો તમે તમારા આધારને ડી લિંક કરાવવા ઈચ્છો છો તો તેના માટે તે કંપનીને એક આધાર હટાવવાથી સંબંધિત એક  પ્રાર્થના પત્ર લખ્વું પડશે. તે આધાર પર કંપની તમારી આધાર ડિટેલ્સને હટાવી નાખશે. પણ તેમાં કેટલા દિવસનો સમય પણ લાગી શકે છે.