બીજેપી અધ્યક્ષ અમિત શાહની મમતા બેનર્જી ને ચેતાવણી - તમે અમારો અવાજ દબાવી નથી શકતા

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (18:10 IST)

Widgets Magazine

અમિત શાહે કહ્યુ કે તેમની પાર્ટી રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારને પશ્ચિમ બંગાળમાં જડથી ઉખાડી ફેંકશે.  કલકત્તાના માયો રોડ પર ભારતીય જનતા યુવા મોરચા તરફથી આયોજીત મોટી રેલીને સંબોધિત કરતા બીજેપી અધ્યક્ષ અમિત શાહે શનિવારને સીધા રાજ્યની સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ.  અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી નથી ઈચ્છતા કે બાંગ્લાદેશી ઘૂસણખોર આસામમાંથી કાઠવામાં આવે. ઘૂસણખોર તૃણમૂલ કૉંગ્રેસના વોટ બેન્ક છે. તેમણે કહ્યું અમારી રેલી માટે પણ વિચ્છેદ નાંખાવામાં આવ્યા. પહેલા રેલીને મંજૂરી આપવામાં આવી નહતી. બાંગ્લા ટીવીના પ્રસારણને રોકવામાં આવ્યું. પરતું મારો અવાજ નહીં દબાવી શકે. હું મમતા બેનર્જીની પાર્ટીને ઉખાડી ફેકવા માટે બંગાળના તમામ જિલ્લામાં જઈશ.
 
 
ભાજપ અધ્યક્ષે TMCને NRC મુદ્દે ભીંસમાં લેવાનો કોઈ પણ અવસર છોડ્યો ન હતો. અમિત શાહે કહ્યું કે, અમે બંગાળી વિરોધી નથી, મમતા વિરોધી જરૂર છે. સંસદમાં જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) પર ચર્ચા થઈ રહી હતી ત્યારે મમાતા દીદી NRCનો વિરોધ કરી રહ્યા હતા. અસમની અંદર ઘુસણખોરી કરનારને શોધી શોધીને બહાર કાઢવાની પ્રક્રિયા NRC છે. જેને ભાજપ કાયદાકીય રીતે પૂર્ણ કરવા માંગે છે પરંતુ મમતાજી તમે કેમ તેમને બચાવવા માંગો છો? આ ઘુસણખોરો TMCની વોટબેંન્ક બની ગઈ છે.
 
પોતાની જીતનો દાવો કરતા અમિત શાહે કહ્યું કે, આ શ્યામાં પ્રસાદ મુખર્જી, વિવેકાનંદ અને રામકૃષ્ણની ધરતી છે. ધરતી પર અમારો વિજય થશે. બંગાળમાં જ્યા સુધી અમારી સરકાર નથી બનતી આ ભાજપનો વિજય રથ રોકાશે નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બીજેપી અધ્યક્ષ અમિત શાહ માયાવતી Amit Shah Mamata Benarjee Kolkata Rally Gujarati News Gujarat Samachar. .

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શ્રાવણના પ્રથમ દિવસે ખરીદશો આ વસ્તુ, તો થઈ જશો માલામાલ

માન્યતા છે કે શિવને પ્રસન્ન કરવા શ્રાવણના પ્રથમ દિવસે ખરીદો આ 10 વસ્તુ ખરીદવામાં આવે તો ...

news

હાર્દિક અને લલિત વસોયાની જળસમાધીનો નાટ્યાત્મક રીતે અંત, પોલીસે કરી અટકાયત

ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ ...

news

બિસ્માર રસ્તાઓ અંગે મ્યુનિ. અધિકારીઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી થશે

બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટની જસ્ટિસ એમ.આર. શાહ ...

news

લ્યો બોલો! છેલ્લાં આઠ વર્ષમાં 3 લાખ અમદાવાદીઓને કૂતરાંએ બચકાં ભર્યાં

મેગાસિટી અમદાવાદમાં શ્વાનના કરડવાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine