બાબરી મસ્જિદ તોડવાના મામલે અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 12 નેતાઓ સામે કેસ ચાલશેઃ

નવી દિલ્હી, ગુરુવાર, 20 એપ્રિલ 2017 (06:51 IST)

Widgets Magazine
advani - joshi

: સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વની સુનાવણી હાથ ધરાઈ. સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું કે તોડવાના મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સહિતના ભાજપના નેતાઓ પર અપરાધિક કાવતરાનો કેસ ચાલશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે રાયબરેલી અને લખનઉમાં ચાલી રહેલા બે અલગ અલગ કેસોની સુનાવણી લખનઉની એક જ કોર્ટમાં કરાશે. સુપ્રીમે એવો પણ આદેશ આપ્યો કે કેસની ટ્રાયલ બે વર્ષમાં પૂરી થવી જોઈએ અને ટ્રાયલ ડે ટૂ ડે ચાલશે. જો કે આ ચૂકાદામાં યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણ સિંહને હાલ બાકાત રખાયા છે એટલે કે તેમના પર હાલ કેસ ચાલશે નહીં.
 
      6 એપ્રિલના રોજ ચૂકાદાને અનામત રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે આ મામલે ઈન્સાફ ઈચ્છીએ છીએ. એક એવો કેસ કે જે 17 વર્ષથી માત્ર તકનીકી ગડબડીના કારણે પેન્ડિંગ છે. આથી તેના માટે અમે બંધારણની કલમ 142 મુજબ અમારા અધિકારનો ઉપયોગ કરીને અડવાણી, જોશી સહિત તમામ પર અપરાધિક કાવતરાની કલમ મુજબ ટ્રાયલ ફરીથી શરૂ કરવાના આદેશ આપી શકીએ છીએ. આ સાથે જ કેસને રાયબરેલીથી લખનઉ ટ્રાન્સફર કરી શકીએ છીએ. 25 વર્ષથી આ મામલો લટકેલો છે. અમે ડે ટૂ ડે સુનાવણી કરીને બે વર્ષમાં સુનાવણી પૂરી કરી શકીએ છીએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બાબરી મસ્જિદ અડવાણી જોશી ઉમા ભારતી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Babri-masjid 13-including-advani-joshi-and-uma Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સ્વચ્છતા એપમાં અમદાવાદ પહેલાથી 5મા ક્રમે ફેંકાયું

સ્વચ્છતા એપનો ઉપયોગ કરવામાં અમદાવાદ પહેલા નંબર પરથી ચાર મહિનામાં પાંચમા નંબરે ફેંકાઈ ગયું ...

news

રાજ્યસભાના સાંસદનો ગીરમાં સિંહ સાથેનો ફોટો વાયરલ થતાં વિવાદ

સુરેન્દ્રનગર ભાજપના અગ્રણી અને રાજયસભાના સાંસદ (MP) શંકર વેગડના એક ફોટોને કારણે વિવાદ ઉભો ...

news

આજે બાયસિકલ-ડે - 1950થી 70ના દાયકામાં લાઈટ વગરની સાઈકલ સવારી પર દંડ હતો

સાઈકલ જે એક સમયે લક્ઝરી હતી જ્યારે પછીના સમયમાં વાહન તરીકે જરૃરિયાત બની હતી અને આજે ...

news

લ્યો બોલો કપડાં ધોતાં વિચાર આવ્યો અને બનાવી દીધું આવું વોશિંગ મશીન

અમદાવાદ ખાતે સ્થિત એલ.ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા બે દિવસીય ઓપન હાઉસ‘કાઈઝેન-2017’નું ...

Widgets Magazine