બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (14:22 IST)

ક્રિસમસ : અહીં બન્યો 500 કિલોનો લંડન બ્રિજ કેક !!

આખી દુનિયામાં ક્રિસમસની તૈયારીઓ જોરો પર છે. ક્યાં ક્રિસમસની પાર્ટી થઈ રહી છે. તો ક્યાં આ તહેવારને વધુ  સ્પેશ્યલ બનાવવા માટે પ્રતિયોગિતાઓ આયોજિત કરાઈ રહી છે . બેંગલૂરૂમાં આયોજિત  આવી જ એક પ્રતિયોગિતામાં 500 કિલોગ્રામનો કેક તૈયાર કરાયો છે. આ કેક લંડન બ્રિજની પ્રતિકૃતિ છે. 
 
બેગલુરૂના ઈંડિયન હાઈ સ્કૂલમાં આયોજિત કેક શોના સમયે આ કેક બધા દર્શકો માટે આકર્ષણનું  કેન્દ્ર બની રહ્યો  છે. આ કેક 16 ડિસેમ્બરે શરૂ થયો હતો જે ન્યૂઈયર ઈવ સુધી ચાલશે. 
 
ઉલ્લેખનીય છે કે લંડન  બ્રિજની પ્રતિકૃતિવાળા આ કેકને બેંગલૂરૂના  બેકરી બિઝનેસમેન અને કેક આર્ટિસ્ટ સી રામાચંદ્રનએ બનાવ્યો છે  રામચંદ્રનએ કહ્યું કે લંડન બ્રિજની કેક પ્રતિકૃતિ બનાવવી સરળ નહોતી અને આ કારણ જ આ કેક માટે લંડન બ્રિજ પસંદ કર્યો.  આ  કેક 7.5 ફીટ ઊંચો છે.  ડ્રેગન કેક પણ આકર્ષણનું  કેન્દ્ર બની રહ્યો  છે.