શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2016 (11:18 IST)

સોશિયલ મીડિયા પર યુપી "દંગલ"ની ચર્ચા - "બાપૂ સેહત કે લિયે તુ તો હાનિકારક હૈ"

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રામગોપાલને પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય અખિલેશનો વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પોતાની જુદી લિસ્ટ રજુ કર્યા પછી લેવામાં આવ્યો છે. સપામાં મચેલી આ ઘમાસાનની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે.  વાંચો કોણે શુ કહ્યુ ? 
 
અંકિત ફેસબુક પર લખે છે, 'ઐતિહાસિક વાત એ છે કે એક જ દિવસમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમની જ પાર્ટીઓમાંથી કાઢી નાખવામાં આવ્યા'
 
પ્રવિણ લખે છે, 'આધુનિક રામાયણ, રાજા દશરથે રાવણના કહેવા પર 6 વર્ષ માટે રામને વનવાસ આપી દીધો છે.' 
 
રીતા લખે છે, અખિલેશે હાલ જ ગીત ડાઉનલોડ કર્યુ, બાપૂ સેહત કે લિયે તૂ તો હાનિકારક હૈ.' 
 
અનુગ્રહે લખ્યુ, "અખિલેશ હવે પુત્ર નથી રહ્યા પણ નેતા બની ગયા." સંતોષ લખે છે, "અખિલેશ સારા અને યુવા નેતા છે. શિવપાલ આ માટે જવાબદાર છે."