શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સહારનપુર. , મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (13:31 IST)

બીજેપીએ દેશને બોલનારો નેતા આપ્યો છે - અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સપા અને કોંગ્રેસના ગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. સોમવારે અમ્બાલા રોડ પર સ્થિત મેદાનમા એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં ભાજપાની સરકાર બનતા જ સૌ પહેલા અધ્યાદેશ લાવીને પ્રદેશમાં ચાલી રહેલ કસાઈવાડાને બિલકુલ બંધ કરવામાં આવશે.  
 
પહેલુ કામ દેશને બોલનારો પ્રધાનમંત્રી આપ્યો 
 
તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યુ કે રાહુલ બાબા પોતાની દરેક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે અઢી વર્ષના શાસનનો હિસાબ માંગે છે. તેમણે પહેલા સમાજવાદી પાર્ટી પાસેથી 5 વર્ષનો હિસાબ માંગવો જોઈએ જેની સાથે તેમણે ગઠબંધન કર્યુ છે. તેમણે કહ્યુ છતા હુ બતાવુ છુ કે અમે અઢી વર્ષમાં પ્રથમ કામ એ કર્યુ છે કે દેશને બોલનારો પ્રધાનમંત્રી આપ્યો છે. કોંગ્રેસે 10 વર્ષમાં તો લોકો પ્રધાનમંત્રીની અવાજ સાંભળવા જ તરસી ગયા. તેમણે કહ્યુ કે યૂ.પી.એ 2 રાજકુમારોનો સાથ પસંદ નથી કારણ કે એક બાપથી પરેશાન છે તો બીજાથી તેની માતા દુખી છે. આ ઉપરાંત નગરના વાલ્મીકિ સમુદાયે પણ ભાજપાને સમર્થન આપવાની જાહેરાત કરી.