બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે - મોદી, ઓબેએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન કર્યું

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:51 IST)

Widgets Magazine
bullet train project


મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી સપનું સાકાર કરવાની શરૂઆત કરી છે. મોદી અને આબે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યું હતું. સાથે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. પરિણામે દેશમાં અન્યત્ર શરૂ થવાનો માર્ગ પણ મોકળો બન્યો છે. ખાતમુહૂર્ત બાદ બંને વડાપ્રધાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન ભારતના વિકાસની નવી દિશા બનશે અને સુદ્રઢ પાયો નખાયો હોવાનું જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે મારે તમને બધાને પણ અભિનંદન આપવા છે. વિશ્વના એક નેતાને જાપાનના પ્રધાનમંત્રી અને પરમ મિત્રને, મારા અંગત મિત્રને સ્વાગત બદલ બાધનું આભાર માનું છું.સારો મિત્ર સંબંધ અને સમયની સીમાઓથી પર હોય છે. જાપાન ભારતનો એવો જ મજબૂત મિત્ર છે.કોઇપણ દેશના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખૂબ જ મહત્વની છે. બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનને જાપાનના અર્થજગતને બદલી નાંખ્યું છે. ત્યારે ગુજરાતીઓ-અમદાવાદીઓ વસ્તુ ખરીદવા જઈએ તો તોલમોલ કરીને ખરીદે છે. 

ભારતએ એવો મિત્ર મળ્યો જેણે બુલેટ ટ્રેન માટે 0.1% વ્યાજે લોન આપી. બુલેટ ટ્રેન જાપાન તરફથી છે. બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે દ્વારા આજે અમદાવાદ-મુંબી બુલેટ ટ્રેનના ઉદ્ઘાટનને પગલે આબેએ લોકોને સંબોધ્યા હતા. આ દરમયાન તેમની વાત સાંભળી સ્ટેજ પર બેસેલા નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયા હતા અને તાળીઓ પાડી તેમને વધાવ્યા હતા.

shinzo abe

શિન્જો આબે એ આજે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ટ ખાતે બુલેટ ટ્રેન એટલે કે હાઈસ્પીડ ટ્રેનનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ દરમ્યાન લોકોને સંબોધતા શિન્જો આબેએ ગુજરાતીઓને નમસ્કાર કરી પ્રવચનની શરૂ આત કરી હતી. શિન્જો આબેએ કહ્યું કે, હું હવે જ્યારે અમદાવાદ આવું ત્યારે નરેન્દ્ર મોદી સાથે બુલેટ ટ્રેનમાં બેસી આવું અને તેમની સાથે વાતો કરતાં આવું. તે સાંભળી નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયા હતા અને લોકો સાથે નરેન્દ્ર મોદીએ પણ તેમને તાળીઓથી વધાવ્યા હતા.

આબેએ વધુમાં કહ્યું હતું કે, ભારત સાથેના સંબંધની નવી શરૂઆત થઈ રહી છે, બે વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે. જાપાનના 100થી વધુ એન્જિનિયર ભારત આવી ચૂક્યાં છે. ભારતના એન્જિનિયર્સને મળીને કામગીરી કરી રહ્યાં છીએ. બુલેટ ટ્રેન દુનિયાની સૌથી સુરક્ષિત ટ્રેન વ્યવસ્થા છે. તેમના વ્યાખ્યાન બાદ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, ગુજરાતમાં હું જ્યારે આવ્યો અને ભારતના પરમ્ મિત્ર અને મારા અંગત મિત્રનું જે રીતે ગુજરાતીઓએ સ્વાગત કર્યું. જે દ્રશ્યો સર્જ્યા તે માટે હું ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ હાઈસ્પીડ ટ્રેનના કારણે કયા કયા ફાયદા થશે તે અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ANALYSIS: શુ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ? શુ દેશને ખરેખર આની જરૂર છે ? આ પ્રોજેક્ટ પર સવાલ કેમ ઉઠી રહ્યા છે

મુંબઈ-અમદાવાદની વચ્ચે 2022 સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનુ ટારગેટ છે આ એવી ટ્રેન હશે જે 508 ...

news

Live - મોદી બોલ્યા - પહેલા બોલતા હતા કે બુલેટ ટ્રેન ક્યારે આવશે અને હવે બોલે છે કેમ લાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પીએમ શિંઝો અબેની સાથે આજે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ...

news

Photos - મૈત્રીનો રોડ શો LIVE: જાપાનના PM અને મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ભારત પહોંચી ગયા છે. પીએમ મોદીએ જાતે જ અમદાવાદ એયરપોર્ટ પર ...

news

વરસાદ પડવાની શક્યતાઓ વચ્ચે અમદાવાદ પહોંચ્યા મોદી

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ...

Widgets Magazine