રાજ્યપાલ યેદુરપ્પાને આપી શકે છે આમંત્રણ, કોંગ્રેસ-જેડીએસ 5 વાગે જશે રાજભવન

બુધવાર, 16 મે 2018 (16:39 IST)

Widgets Magazine

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પણ હજુ પણ સરકાર કોણી બનશે એ સ્પષ્ટ થયુ નથી. સરકાર બનાવવાને લઈને બીજેપી કોંગ્રેસ અને જેડીએસ સતત મોરચાબંધી કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્ય છે. તો બીજી બાજુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિઝોર્ટમાં લઈ જઈ શકે છે.  બેંગલુરૂમાં બુધવારે બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ-જેડીએસ-બીજેપી પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં લાગી છે.  
અપડેટ્સ - 
- ચાર કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં નથી. પાર્ટી તેમને લેવા માટે બિધર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલી શકે છે. 
- યેદિયુરપ્પાએ કહ્યુ કે આવતીકાલે તેઓ શપથ લેશે 
- યેદિયુરપ્પા બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી પામ્યા 
- બી.એસ. યેદિયુરપ્પા બોલ્યા કે હાલ અમારા ધારાસભ્યોની બેઠક થશે.  જ્યારપછી નેતાની પસંદગી થશે. અમે અહીથી ગવર્નર પાસે જઈશુ અને સરકાર બનાવવાનો દાવો રજુ કરીશુ. 
- મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે બીજેપીને ડરાવવા અને ધમકાવવા સિવાય બીજુ કોઈ કામ નથી. 
- કર્ણાટકમાં કોંગ્રેસની બેઠક શરૂ થઈ ગઈ છે. લગભગ 43 ધારાસભ્ય પહોંચી ગયા છે. બાકી ધારાસભ્યોનુ આવવુ બાકી છે. 
- જેડીએસના ધારાસભ્ય શ્રવણનુ કહેવુ છે કે લગભગ અમારા 4-5 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે.  પણ અમે બધા એક છે. 80 ટકા ધારાસભ્ય બેઠકમાં આવી ગયા છે. 
- કોંગ્રેસે ઈગ્લટન રિસોર્ટમાં પોતાના ધારાસભ્યો માટે રૂમ બુક કરાવ્યા છે.  એવુ કહેવાય રહ્યુ છે કે 120 રૂમ બુક કરાવ્યા છે. 
- જેડીએસના લગભગ 12 ધારાસભ્ય બીજેપીના સંપર્કમાં છે. આ બધા ધારાસભ્ય કોગ્રેસ સાથે ગઠબંધનથી નારાજ છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કર્ણાટક ધારાસભ્યોની બોલબાલા કોંગ્રેસે રિઝોર્ટમાં બુક કરાવ્યા 120 રૂમ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

22 વર્ષ બાદ ફરી આમને સામને, શુ વજુભાઈ વાળા દેવગૌડા સાથે 1996નો બદલો લેશે?

સત્તાની ખેંચાખેંચ વચ્ચે કર્ણાટકનું રાજકારણ ખૂબ જ અનોખા સંજોગોમાંથી પણ પસાર થઇ રહ્યું છે. ...

news

સરદાર પટેલના ઘરે અખંડ જ્યોતને હટાવી LED લેમ્પ લગાવી દેવાતા સ્થાનિકોનો વિરોધ

કરમસદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના પૂર્વજોના ઘરે સરદાર પટેલ ટ્ર્સ્ટે અખંડ જ્યોતના ...

news

કોપી કેસમાં પકડાયેલા દસમા ધોરણના 9 વિદ્યાર્થીઓ પર 2021 સુધી પ્રતિબંધ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 9 વિદ્યાર્થીઓ પર 2021 સુધી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા પર ...

news

શું 10ના સિક્કા ચલણમા છે? આ સવાલે લોકોને અસમંજસમાં મુકી દીધાં

નોટબંધી બાદ ચલણી નોટો કરતાં વધુ અફવાઓ લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે 10 રૂપિયાના સિક્કા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine