બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2017 (11:32 IST)

નક્સલી હિંસા - 5 વર્ષ, 5960 ઘટનાઓ, 2257 મોત.. કોણ છે જવાબદાર ?

છત્તીસગઢના સુકમામાં થયેલ નક્સલી ઘટના 25 જવાનોની શહીદીએ આખા દેશને ઝંઝોળી નાખી છે. છેલ્લા 5 વર્ષમાં નક્સલી હિંસાની 5960 ઘટનાઓ થયી. જેમા 1221 નાગરિક, 455 સુરક્ષા કર્મચારી અને 581 નક્સલી માર્યા ગયા છે. નોટબંધી પછી માનવામાં અવી રહ્યુ હતુ કે નક્સલીની કમર તૂટી ગઈ છે. પણ સુકમાની ઘટનાએ  એકવાર ફરી નક્સલી હિંસાને ભડકાવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે પોલીસની ગ્રાઉંડ ઈંટિલિજેંસ નબળી પડતી જઈ રહી છે. 
 
એક રિપોર્ટ મુજબ ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળી છે કે વર્ષ 2012થી 28 ઓક્ટોબર 2017 સુધી નક્સલી હિંસાને કારણે દેશમાં 91 ટેલીફોન એક્સચેંજ અને ટાવરને નિશાન બનાવ્યા. 23 શાળા પણ નક્સલીઓના નિશાના પર રહી. વર્ષ 2017માં 28 ફેબ્રુઆરી સુધી 181 ઘટનાઓ થઈ છે જેમા 32 નાગરિક માર્યા ગયા. 14 સુરક્ષા કર્મચારી શહીદ થયા. 33 નક્સલી માર્યા ગયા. આ વર્શે નક્સલીઓએ 2 ટેલીફોન એક્સચેંજ અને ટાવરને નિશાના પર લીધા. 
 
છતીસગઢમાં આઈજી એસ.આર પી. કલ્લૂરીના નામથી નક્સલી ગભરાય છે.  તેમને બસ્તર રેંજમાં છેલ્લા બે વર્ષની અંદર અનેક નક્સલ વિરોધી અભિયાન ચલાવ્યા. જેને કારણે મોટા પાયા પર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યુ છે.  કલ્લૂરી વિશે બતાવાય રહ્યુ છેકે તે ખૂબ જ સક્રિય અધિકારી છે. નક્સલ વિરોધી અભિયાનોમાં રાત-રાત પગપાલા ચાલીને ભાગ લેતા હતા.  આ વાતની પણ ચર્ચા છે કે કલ્લૂરીને બસ્તરથી હટાવ્યા પછી નક્સલી ફાયદો ઉઠાવી રહ્યા છે. 
 
એકવાર ફરી બસ્તરમાં પોલીસ ઈંટેલિજેંસ ફેલ્યોરના સમાચાર આવી રહ્યા છે. નક્સલીઓના દરેક મૂવમેંટ પર નજર રાખવા માટે બસ્તરમાં એક મોટી ટુકડી સાથે એસઆઈબી સક્રિય છે. તેમની જવાબદારી છે સુરક્ષા જવાનોને નક્સલીઓની સૂચનાઓ આપવી.  
આ ઈનપુટ પછી સુરક્ષા બળોને સર્ચિગ, રોડ ઓપનિંગ અને એરિયા ડોમિનેશનના ઓપરેશનમાં મોકલવામાં આવે છે.  એવુ કહેવાય રહ્યુ છે કે સતત ટ્રાંસફરથી ઈંટેલિજેંસમાં મહારત મેળવનારા ઓફિસર પોલીસ મુખ્યાલય પહોંચી ગયા. 
 
એવુ પણ કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસની ગ્રાઉંડ ઈંટેલિજેંસ નબળી પડી રહી હતી. આ કામમાં કાબેલ ઓફિસરો કર્મચારીઓને પીચક્યૂ પદસ્થ કરવામાં આવી રહ્યા હતા. નક્સલી આનો ફાયદો ઉઠાવીને પોતાની રણનીતિ બનાવવા લાગ્યા.  નક્સલીઓએ આ પ્લાનને અંજામ આપવા માટે પોતાની મહિલા વિંગ સાથે સ્થાનીક ગ્રામીણ મહિલાઓની મદદથી આ મૂવમેંટના ફોર્સ પાસે કોઈપણ ઈનપુટ નહોતો. ઈંટેલિજેંસ વિંગ બસ પોતાની ડ્યૂટી કરી રહ્યા હતા. 
 
અત્યાર સુધી નક્સલીઓના મોટા હુમલા 
 
11 માર્ચ 2017 - ભેજ્જીમાં હુમલો, 11 જવાન શહીદ 
- 30 માર્ચ 2016 - દંતેવાડાના માલેવાડામાં 7 જવાન શહીદ 
- 28 ફેબ્રુઆરી 2014 - દંતેવાડાના કુઆકોંડા પોલીસ મથક ક્ષેત્રમાં રોડ ઓપનિંગ માટે નીકળેલા જવાનો પર હુમલો, 5 શહીદ 
- 20 માર્ચ 2014 - ટાહકવાડામાં 20 જવાન શહીદ 
- મે 2013 ઝીરમમાં કોંગ્રેસના મોટા નેતાઓ સહિત 32 લોકોને માર્યા 
- 12 મે 2012 - સુકમામાં દૂરદર્શન કેન્દ્ર પર હુમલો, 4 જવાન શહીદ 
- જૂન 2011 દંતેવાડામાં નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ, 10 પોલીસ કર્મચારી શહીદ 
- 6 એપ્રિલ 2010 - સુકમામાં નક્સલીઓએ લોહીની હોળી રમતા 76 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા.