દિલ્હીના બુરાડી મામલાને તંત્ર-મંત્ર એંગલથી તપાસ કરી રહી છે પોલીસ, હવે એક બાબાની શોધ

સોમવાર, 2 જુલાઈ 2018 (16:04 IST)

Widgets Magazine
delhi suiside case

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના એક સાથે મૃતદેહ મળવાનો મામલો હવે તંત્ર મંત્ર અને બાબા વચ્ચે ગૂંચવાય રહ્યો છે. પોલીસ ધાર્મિક એંગલથી કરી રહી છે કે એક જ પરિવારના બધા સબ્યોએ ક્યાક મોક્ષ માટે તો આત્મહત્યા નહોતી કરી. સૂત્રોના મુજબ હવે દિલ્હી પોલીસને જાનેગદી બાબાની શોધખોળ છે.  પોલીસ મરનારા લોકોના ફોન નંબર શોધી રહી છે. જેનાથી સુરાગ મળી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે જે ઘરમાં બધાના શબ મળ્યા છે ત્યાથી પોલીસે એક રજિસ્ટર પણ જપ્ત કર્યુ છે. જેમા મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો છે. રજિસ્ટરમાં લખ્યુ છે જો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો આંખો બંધ કરશો અને હાથ બાંધી લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે.  ધ્યાન રહે કે જ્યારે ગઈકાલે પોલીસને મોતની સૂચના મળી તો પોલીસે ઘરમાં શોધખોળ કરી હતી. જ્યા પોલીસે જોયુ કે કેટલાકના હાથપગ બાંધેલા છે તો કેટલાકની આંખો પર પટ્ટી બાંધી છે. આ આધાર પર પોલીસ તપાસ કરી રહી છે. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે અત્યાર સુધી તપાસ દરમિયાન જાણ થઈ છે કે આ આત્મહત્યાનો જ મામલો છે. પોલીસે કોઈપણ અપરાધિક ષડયંત્ર કે હત્યાને નકારી છે. પોલીસે અજે 11 મૃતદેહમાંથી છનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ છ લોકોનુ મોત લટકવાથી થયુ છે.  ઉલ્લેખનીય છે કે એક મહિલાને છોડીને બધાના શબ લટકી રહ્યા હતા. 
 
ધાર્મિક એંગલને કેવી રીતે મળી રહી છે મજબૂતી 
 
જે ઘરમાંથી 11 મૃતદેહ મળ્યા છે તે ઘરમાં 11 પાઈપ લાગેલા મળ્યા છે. તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ 11 પાઈપ ઘરની બહારની દિવાલ પર બીજા ઘરની તરફ લાગેલા છે. આ 11 પાઈપનો મતલબ શુ છે ? આ પાઈપ ત્યા કેમ લગાવ્યા છે ? જ્યારે કે આ પાઈપમાંથી પાણી અપ્ણ નથી નીકળતુ કે દિવાલ પર પણ પાણીનુ કોઈ નિશાન નથી.  એક દિવાલ પર 11 પાઈપ લગાવવા કોઈ સામાન્ય વાત નથી. 
 
ઉલ્લેખનીય છે કે 11 લોકો સાથે જોડાયેલ પરિવારે ધાર્મિક એંગલના દાવાની નકાર્યુ છે. પરિવારના એક સંબંધી કેતન નાગપાલે આરોપ લગાવ્યો કે તેમને મારવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પરિવાર ખૂબ જ ખુશ હતો.  તે આત્મહત્યા કરી શકતા નથી. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિલ્હી તપાસ હવે એક બાબાની શોધ બુરાડી . તંત્ર-મંત્ર એંગલ Delhi-police-to-arrest- -burari-mysteries-deaths

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહારાષ્ટ્ર - બાળક ચોર ગેંગની શંકાથી 5 લોકોની નિર્મમ હત્યા

વર્તમાન સમયમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.. સમજ્યા વિચાર્યા વગર આજે લોકો આવેશમાં આવીને ...

news

રાજકોટ અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ, પ્રેમીના અકાઉંટમાંથી 80 હજાર ઉપાડી લીધા

જેતપુઅર સીટીમાં યુવતી મિત્ર સાથે જેતલસરના પુલ નીચે વાત કરી રહી હતી ત્યારે ત્યાં 6-7 ...

news

જાણો શું કહે છે 2 જુલાઈનો ઈતિહાસ

દેશ અને દુનિયામાં ઈતિહાસમાં આજનો દિવસ આ કારણોથી ખાસ છે. આજના દિવસે પ્રધાનમંત્રી ઈંદિરા ...

news

સામુહિક સૂઈસાઈડ - ડાયરીમાં છિપાયુ છે મોતનું રહસ્ય, જાણો શુ છે ડાયરીમા

રાજધાની દિલ્હીના બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાં 11 મૃતદેહ મળવાથી સનસની ફેલાય ગઈ. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine