શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (11:47 IST)

આજે ફરી થઈ શકે છે મોટો સાઈબર હુમલો, રોકવો સહેલો નથી

સાયબર સુરક્ષા સાથે સંકળાયેલી બ્રિટનની સંસ્થા મેલવેર ટેકે ચેતવણી આપી છે કે સાયબર વિશ્વયુદ્ધના ભાગરૂપે આજે-સોમવારે બીજા ભયાનક સાયબર હુમલા થઈ શકે છે. શુક્રવારે શરૂ થયેલા આ હુમલામાં હેકરોએ 1,25,000 કરતાંવધારે કમ્પ્યુટર હેક કર્યા હતાં.  શુક્રવારે થયેલા વૈશ્વિક સાઇબર એટેકમાં વિશ્વભરના 2.27  લાખથી વધુ કોમ્પ્યુટર લોક થઇ ગયા છે. કોમ્પ્યુટર લોક કરી ખંડણી માંગતા રેનસમવેયર 'વાનાક્રાઇ' એ વિશ્વના 150 દેશોને સકંજામાં લીધા છે. એકસપર્ટસ હજુ પહેલા વર્જનનો પણ તોડ શોધી નથી શકયા. આજે ભારતમાં સાઇબર સુરક્ષા એજન્સીઓ માટે મહત્વનો દિવસ છે. 
 
આજે ઓફિસ ખુલતા જ ડિફેન્સ, વિજળી, ટેલીફોન, એરપોર્ટ, બેન્કીંગ, સ્ટોક માર્કેટ, સ્કુલ સહિત માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલી ઇન્સ્ટીટયુટ ઉપર એટેકનો ખતરો છે. આજે સૌથી ગંભીર એલર્ટ જારી કરવામાં આવેલ છે. બ્રિટનની સિકયુરીટી એજન્સી મેલવેયર એટેકએ કહ્યુ છે કે આજે બીજો હુમલો થઇ શકે છે અને કોઇ બીજુ વર્જન આવી શકે છે અને જેને આપણે રોકી નહી શકીએ અને જો આજે સતર્ક નહી રહે તો શિકાર બનેલા લોકોની સંખ્યા વધી શકશે. આજે સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ વાયરસને સીમીત કરવામાં મેલવેયર ટેકએ મદદ કરી, આ વાયરસે ગ્રાહકોને ફાઇલોને પોતાના નિયંત્રણમાં લઇ લીધી. આ વાયરસ ભારત, બ્રિટન, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને રૂસ સહિત 150 દેશોમાં ફેલાઇ ગયો હતો. કોમ્પ્યુટરોને નિયંત્રણમાં લીધા બાદ વાયરસે ફાઇલોને ખોલવા અને તેના ઉપયોગ માટે 3૦૦ થી 6૦૦ ડોલર બીટકોઇનની ચુકવણીની માંગણી કરી હતી.
 
   ભારતના સાઇબર સિકયુરીટી યુનિટ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને કોઇ સાઇબર એટેકની માહિતી મળી નથી પરંતુ તેણે તમામ સરકારી એજન્સી અને પબ્લીક યુટીલીટીઝને એલર્ટ રહેવા સુચના આપી છે. કેન્દ્ર અને રાજય સરકારોની તમામ એજન્સીઓને એલર્ટ રહેવા જણાવાયુ છે. આ ઉપરાંત બેન્કો, શેરબજારો, એરપોર્ટ, સંરક્ષણ મથકો, ઉર્જા મથકો અને જાહેર વપરાશની સુવિધાઓનુ સંચાલન કરતા તંત્રોને સાવધાની માટે કેવા પગલા લેવા અને કેવી બાબતો ટાળવી તેની યાદી મોકલવામાં આવી છે. જે લોકોએ માઇક્રોસોફટનો સોફટવેર પેચ લાગુ કરી યોગ્ય પગલા લીધા હોય એ લોકો કે સંસ્થાઓએ ચિંતા કરવાની જરૂર નથી. પેચ જેમણે લાગુ કર્યો ન હોય તેઓએ તત્કાલ તે મળવી લાગુ કરી દેવો જોઇએ.

લોકોને શંકાસ્પદ કે અજાણ્યા ઇ-મેઇલ ન ખોલવા જણાવ્યુ છે. જંક ઇ-મેઇલ ખોલ્યા વિના ડીલીટ કરી દેવા જોઇએ. કમ્પ્રેસ્ડ કે એમએસ વર્લ્ડ ફાઇલ સાવધાનીથી ખોલવી જોઇએ. શંકાસ્પદ ફાઇલ ખોલવી ન જ જોઇએ. રેગ્યુલર ડેટા બેકઅપ લેતા હો તો રેનસમવેયરથી પ્રભાવિત ફાઇલ પણ રિકવર કરી શકાય છે પરંતુ જો કોમ્પ્યુટર લોક થઇ ગયુ હો તો હેકરને ખંડણી ન આપો. કોઇ ગેરેંટી નથી કે રેનસમવેયર મોકલનાર તમને એનક્રિપ્શન સમાપ્ત કરવા માટે મોકલી દયે. ભવિષ્યમાં પણ વસુલી માટે પ્રયાસ કરી શકે છે.
 
   12 મીએ થયેલા હુમલામાં સેંકડો દેશોના કોમ્પ્યુટર્સે કામ કરવુ બંધ કરી દીધુ હતુ. એટેકની અસર 150 દેશોમાં પહોંચી હતી. બે લાખથી વધુ કોમ્પ્યુટરો ઠપ્પ થઇ ગયા હતા