મુંબઈ ફરી લાગી આગ, એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 4ના મોત 7 ઘાયલ

ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (09:53 IST)

Widgets Magazine

મુંબઈના મરોલમાં ગઈ રાત્રે રહેવાશી બિલ્ડિંગમાં આગ લાગવાથી 4 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 7 લોકો ગંભીર રૂપે દઝાય ગયા છે. મુંબઈના પબ દુર્ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી કે એક વધુ ઈમારતમાં આગ લાગવથી 4 લોકોના મોત થઈ ગયા. ગુરૂવારે મોડી રાત્રે મુંબઈના વિસ્તારમાં એક રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા અને 7 લોકો ઘાયલ થયા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 
ઘટના મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની છે. અગ્નિશમનની 8 ગાડીઓની મદદથી આગ ઓલવી દેવામાં આવી છે. કૂલિંગનુ કામ ચાલી રહ્યુ છે અને ઈમારતના બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. 
 
બધા ઘાયલોને કુપર અને મુકુંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આગ લાગવાના કારણોની જાણ થઈ શકી નથી. આ અગાઉ કોઈ કશુ કરી શકતુ.. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ.  પ્રત્યક્ષદર્શીઓના મુજબ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો બચાવો બચાવો બૂમો પાડી રહ્યા હતા પણ તેમને બચાવી શકાયા નહી. લોકોનો આરોપ છે કે ફાયર બિગ્રેડ જો સ્માય પર આવી જાત તો આટલી મોટી દુર્ઘટના થતી નહી. 
 
ફાયર બિગ્રેડ મુજબ મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યા પહેલા બિલ્ડિંગના ત્રીજા માળમાં આગ લાગી. એ સમયે તેમા 4 લોકો હતા. જ્યારે કે ઉપરના રૂમમાં 7 લોકો હતા. ઘટના પછી ફાયર બિગ્રેડે 6 ફાયર ફાઈટરની મદદથી લગભગ 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો અને અંદર ફસાયેલા બંને રૂમના લોકોને બહાર કાઢ્યા.  ત્રીજા માળમાં રહેનારા એક જ પરિવારના 4 લોકોનુ મોત થઈ ગયુ. જ્યારે કે ઉપરના રૂમમાં ઘુમાડથી બેહોશ 7 લોકોની સારવાર મુકુંદ અને કૂપર હોસ્પિટલમાં ચાલી રહી છે. 
 
મરનારાઓમાં 45 વર્ષીય તસનીમ કાપસી 15 વર્ષીય સકીના કાપસી 8 વર્ષીય મોઈઝ કાપસી અને 70 વર્ષીય કાપસીનો સમાવેશ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપની જેમ કોંગ્રેસના ત્રણ નેતાઓની અંદરખાને દબંગાઈ, વિપક્ષના પદ માટે નારાજગી

ગુજરાતમાં ભાજપની જેમ હવે કોંગ્રેસમાં પણ નેતાઓના પદ માટે રિસામણાં મનામણાં શરૂ થઈ ગયાં છે. ...

news

મહારાષ્ટ્ર બંધની અસર સુરતમાં, ચક્કાજામ, એસટી બસો અને ટ્રેનો અટકાવાઈ

પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 ...

news

AAPમાંથી સંજય સિંહ-એડી ગુપ્તા અને સુશીલ ગુપ્તા જશે રાજ્યસભા, વિશ્વાસ બોલ્યા મને સત્ય બોલવાનુ ઈનામ મળ્યુ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ચાલી રહેલી આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક ખતમ થઈ ગઈ છે. ...

news

ભાજપમાં ડખો - મંત્રી પરષોત્તમ સોલંકી નવાજુની કરવાના મૂડમાં, કેબિનેટની મીટિંગમાં ગેરહાજર રહ્યાં

નીતિન પટેલ પછી ખાતાની ફાળવણી અંગે નારાજ થયેલા રુપાણી સરકારના વધુ એક મંત્રી પરષોત્તમ ...

Widgets Magazine