આજ મધરાતથી લાગૂ થશે GST, સંસદમાં ચાલનારા કાર્યક્રમમા રાષ્ટ્રપતિ અને મોદી સહિત બોલીવુડ હસ્તિયો પણ રહેશે હાજર

નવી દિલ્હી., શુક્રવાર, 30 જૂન 2017 (11:39 IST)

Widgets Magazine

 સંસદના સેંટ્રલ હોલમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યે સાથે જોડાયેલ થશે. જે અડધી રાત્રે 12 વાગ્યા પછી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પીએમ મોદી પૂર્વ પીએમ એચડી. દેવગૌડા બધા કેબિનેટ મંત્રી અને રાજ્યોના નાણાકીય મંત્રી સામેલ થશે. જોકે કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસનુ કહેવુ છે કે આ ફક્ત સરકારના પ્રચારનુ નાટક છે.  કોંગ્રેસે જીએસટી લાગૂ કરવા માટે પૂરી તૈયારી ન હોવાનો આરોપ પણ લગાવ્યો છે. બીજી બાજુ લેફ્ટ અને ટીએમસી પણ આ કાર્યક્રમથી દૂર રહેશે. સરકારે જીએસટીનું રાજનીતિકરણ નહીં કરવાનો આગ્રહ કર્યો છે.
 
જમ્મુ-કાશ્મીર સિવાય બધાં રાજ્ય સ્ટેટ જીએસટી કાયદો પસાર કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઇ જશે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જમ્મુ-કાશ્મીરનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને પહેલી જુલાઇથી લાગુ થઇ રહેલી જીએસટી વ્યવસ્થામાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે.  રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભાષણ આપશે. ઠીક 12 વાગે ઘંટ વગાડીને જીએસટી લાગુ કરવાની જાહેરાત થશે. જીએસટી લાગુ કરવામાં અગાઉની સરકારોની ભૂમિકા અને વિભિન્ન રાજ્યોના યોગદાન સાથે સંબંધિત બબ્બે શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત પોથીમાં નોંધેલ અક્ષરશઃ સંદેશ..

વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ શતાબ્દિ અને શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્‍મજયંતિની ઉજવણી ...

news

ગૌરક્ષાનાં નામે હત્યા કરવાનો કોઈને હક નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌભક્તિ પર બોલતા-બોલતા ભાવુક પણ થઇ ગયા હતા. મોદી આજે સાબરમતી ...

news

Aravalli News - અરવલ્લી જિલ્લામાં ક્ષારયુકત પાણીમાંથી મળશે મુકિત : લોક ઉદગારો

અરવલ્લી જિલ્લામાં વાત્રક માજુમ મેશ્વો જળાશય આધારિત રૂ.૫૫૨ કરોડની જુથ પાણી પુરવઠા યોજના ...

news

રાજકોટમાં મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા ૧૪૫૦ બસો ફાળવાઈ: ગામડાંના અનેક રૂટ્સ રદ કરાયા

નરેન્દ્ર મોદી આજીડેમમાં નર્મદા નીરના અવતરણ માટે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે જનમેદની એકઠી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine