કોંગ્રેસના યુવરાજને ગુજરાતનો વિકાસ દેખાતો નથી - યોગી આદિત્યનાથ

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:47 IST)

Widgets Magazine


ભાજપના ચૂંટણીપ્રચાર અર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી જે અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડે છે તે બેઠક ઉપરથી અગાઉ ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા છે અને તેમ છતાં અમેઠીમાં કલેક્ટર કચેરીનું નિર્માણ કરી શક્યા નથી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દેખાતો જ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી જ ગુજરાત તેમજ દેશનો વિકાસ થયો છે.

અમદાવાદની સાબરમતી નદીમાં કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારને કારણે પાણી સુકાઈ ગયું હતું પરંતુ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે મોદીજીએ પાણી વહેતું કર્યું હતું. યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને રજવાડાને એક કરીને દેશને એકતાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસે ભારતરત્ન આપવામાં પણ ઉદાસીનતા દાખવી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સભામાં ભાજપાના કાર્યકરો તેમજ પોરબંદર વિધાનસભાની બેઠક પરના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંધીનગરમાં એસિડ અટેકના ગુનામાં દોષિત મહિલાને 10 વર્ષની જેલ

ગાંધીનગરની એક કોર્ટ દ્વારા 18 વર્ષીય યુવતી પર એસિડ અટેકના આરોપમાં એક મહિલાને 10 વર્ષની ...

news

મોદી 3-4 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીના વિસ્તારોમાં કરશે પ્રચાર

બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ગુરૂવારે પુર્ણ થયા બાદ વડાપ્રધાન ...

news

મત મેળવવા માટે સોફ્ટહિંદુત્વ નહીં ચાલે, શંકરસિહનો કોંગ્રેસ પર કટાક્ષ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર ...

news

સુરતમાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર ગંગાજળ આપી વિજય બનાવવા અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદારને રીઝવવા સુરતના ચોર્યાસી વિધાનસભા અપક્ષના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine