શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2017 (12:22 IST)

ગુજરાત પોલો કપમાં અભિનેતા સૈફઅલીખાન અને ક્રિતિ સેનની શાહી અશ્વ સવારી

ગુજરાત પોલો કપનો દબદબા ભેર અંતિમ દિવસનો પ્રારંભ થયો હતો. ગુજરાત પોલો કપના અંતિમ દિવસે મુખ્યમહેમાન પદે બોલીવુડ સ્ટાર નવાબ સૈફ અલી ખાન અનોખા અંદાજ સાથે હાજર રહ્યા સાથે જ અભિનેત્રી ક્રિતી સેનન પણ પધારી ગુજરાત પોલો કપના પ્લેયરની સાથે પ્રેક્ષકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.કલાનગરીની કલારસિક જનતાને શૈફાલી અલવારિસ સિંગરે હિન્દી અને ઇંગલિશ ગીત ગાઈને ડોલાવ્યા હતા. 

ક્રિતી સેનનની એન્ટ્રી અશ્વ પર શાહી સવારીમાં હતી અને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું ખાસ આ તકે કીર્તિ સેનનના ફિલ્મો ગીતોએ ધૂમ મચાવી હતી. ખાસ તેણે કહ્યું કે આ પ્રકારની એન્ટ્રી મારી લાઈફ માં પેહલી વાર રહી છે.પોલો ને જોવા માટે આટલા બધા પ્રેક્ષકો હાજર છે તે જોઈને હું દંગ રહી ગઈ છું. બોલિવૂડ નવાબ સૈફ અલી ખાનની ભવ્ય એન્ટ્રી જીપ્સી કારમાં થઇ સાથેજ સુપર બાઈક પણ જોડાઈ હતી આ સમયે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી એડિશનલ જનરલ પોલીસ સહીત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમ દરમિયાન. દસ હજારથી વધુ પ્રેક્ષકો પોલોની મેચ નિહાળવા હાજર રહ્યા હતા અને એક વિક્રમ સર્જ્યો છે

પોલોની મેચ માટે. પોલો એક એવી રમત જે ખડતલ અને હિમંતવાન બનાવે છે સાથે જ ત્વરિત નિર્ણય શક્તિ આ રમત નો રાજા ગણાતી પોલો કેળવે છે.આ રમત ને લોકો નજીક થી ઓળખે અને તેના વિષે બાળકો થી લઇ મહિલાઓ અને વૃદ્ધોને પણ આકર્ષણ જગાવે તે માટે તેનું આયોજન ચેમ્પિયન પોલો લીગના સ્થાપક ચિરાગ પારેખ દ્વારા ભાવનગરમાં આયોજન કરાયું.આયોજનના ત્રણેય દિવસ પોલોના જાંબાજ ખેલાડીઓએ ખરાખરીનો જંગ જવાહર મેદાનમાં પોલો માટે રમ્યા તેમજ બોલિવૂડની વિવિધ હસ્તીઓએ મનોરંજન પીરસ્યું અને ગુજરાત પોલો કપે ભાવનગરને પોલોત્સવ બનાવી દીધું. પોલો ની ફાઇનલ મેચની સાથે જ ચિરાગ પારેખ અને તેમની દીકરી દ્વારા પોલોની એક્ઝિબિશન મેચ પણ રમી દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો.