ભાજપને જીત જોઈએ તો ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિબંધ મૂકો ...

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (14:21 IST)

Widgets Magazine

સંજય લીલા ભણશાલીની બહચર્ચિત ફિલ્મના વિરોધમાં કચ્છ સમાજની મહિલાઓએ આજે કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
   રાણી પદ્માવતી અને અલ્લાઉદ્દીન ખીલજીનો કથિત પ્રેમ પ્રકરણને ઇતિહાસથી વેગળુ ગણાવતા કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ ચીમકી આપી છે જો આ ફિલ્મ કચ્છ- ગુજરાતમાં થશે તો ક્ષત્રિય મહિલાઓ ઉગ્ર વિરોધ કરીને ફિલ્મ રીલીઝ અટકાવાશે.
૧૬,૦૦૦ મહિલાઓ સાથે સતી થનારા મહારાણી પદ્માવતીની લાઈફ પરથી બનેલી ફિલ્મ 'પદ્માવતી' સામે દેશભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ક્ષત્રિયોએ બીજેપી પાસે પ્રમાણમાં વિચિત્ર કહેવાય એવી અને પાર્ટી માટે ધર્મસંકટ ઉભું થાય એ પ્રકારની ડિમાન્ડ કરી છે. અખિલ યુવા સંઘે ગઈકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેટર લખીને જણાવ્યુ છે કે જો બીજેપીને આવી રહેલા વિધાનસભા ઈલેકશનમાં ક્ષત્રિય સમાજના વોટ જોઈતા હોય તો 'પદમાવતી'ની રિલીઝ પર ગુજરાતમાં બેન મૂકો અને ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં ન આવે.
 
અખિલ ગુજરાત યુવા સંઘનાં પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું કે અલાઉદ્દીન ખીલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતી'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરતા અટકાવવી જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત બીજેપી સંજય લીલા ભણશાલી પદ્માવતી ભાજપ જીત અલ્લાઉદ્દીન ખીલજી ચીમકી વેગળુ ક્ષત્રિય રીલીઝ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Story Padmavati Bjp Ban Gujarat Release ઇતિહાસ. History Gujarat News Local News Gujrat Samachar Sanjay Leela Bhansali Live Gujarati News Gujarat Wants Ban On Padmavati Movie

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કરેલી જાહેરાત પ્રમાણે ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮માં ...

news

નોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી

૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ...

news

ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર

BJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા ...

news

ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો આરોપ, મોદીના દૂધ પૌંઆનું બીલ 12270 રૂપિયા

મોદી સરકાર પર તેમના જ પક્ષના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આરોપ મુક્યા કે 2005માં ...

Widgets Magazine