ઓપિનિયન પોલ- ઉત્તરાખંડ-ગોવામાં ખીલી શકે છે કમળ, જ્યારે પંજાબમાં અકાલી દળ- ભાજપ ગઠબંધનને જોરદાર ઝાટકો

નવી દિલ્હી :, શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (06:46 IST)

Widgets Magazine
election

 યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ચૂકી છે એવામાં એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વાર કરવામાં આવેલા ઓપિનિયન પોલ અનુસાર ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝાટકો આપી કમળ ખીલી શકે તેમ છે. જ્યારે પંજાબમાં સત્તાધારી અકાલી દળ- ભાજપ ગઠબંધનને જોરદાર ઝાટકો આપી કોંગ્રેસ સરકાર બનાવશે. એબીપી ન્યૂઝ લોકનીતિ-સીએસડીએસના સર્વે અનુસાર ઈન્ડિયા ટૂડે માટે એક્સિસ માઈ ઈન્ડિયા તરફથી કરવામાં આવેલા આ સર્વેમાં આવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ઓપિનિયન પોલ 12મી ડિસેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે જયારે પરિણામ 11મી માર્ચે આવશે.
     
ઉત્તરાખંડમાં ભાજપ - સર્વે અનુસાર 70 વિધાનસભા સીટ ધરાવતા ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની શકે છે. તેને 41થી 46 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામા સર્વે અનુસાર કોંગ્રેસનું પ્રદર્શન ફીકું રહી શકે છે. ભાજપને જયાં ૪૦ ટકા મતદાતાઓનું સમર્થન પ્રાપ્ત થઈ શકે છે. તો કોંગ્રેસના ખાતામાં ૩૩ ટકા મત પડવાનું અનુમાન છે પ્રદેશમાં ભાજપને 45 ટકા મત મળી શકે છે  સર્વે અનુસાર પ્રદેશના મોટાભાગના મતદાતાઓ ભાજપના બીસી ખંડૂરીને સીએમ તરીકે જોવા માંગે છે. 44 ટકા લોકોની તે પસંદ છે. જ્યારે 42 ટકા લોકો હરીશ રાવતને સીએમ તરીકે જોવા માંગે છે.
 
ગોવામાં ખીલી શકે છે કમળ
એક્સિસ માઈ ઈન્ડિયા ઓપિનિયન પોલ અનુસાર 40 વિધાનસભા સીટો ધરાવતા ગોવામાં કોંગ્રેસને નિરાશ થવું પડી શકે. ભાજપ ફરીથી સત્તામાં આવી શકે છે. અહિં ભાજપને 40 ટકા મત મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 13થી 15 ટકા મતો મળી શકે તેમ કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીને ગોવામાં 2થી 4 સીટ મળી શકે છે. જ્યારે 1થી 4 સીટો અન્યના ખાતામાં જાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે
 
આ પહેલા એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએસડીએસના જ યૂપી માટે કરવામાં આવેલા સર્વેમાં ઉત્તરાખંડમાં ત્રિશંકુ વિધાનસભા બનવાનું અનુમાન કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર યૂપીમાં જો એસપી એક થઈને ચૂંટણી લડશે તો સૌથી મોટી પાર્ટી થઈને ઉભરી શકે છે,   પણ અખિલેશ- મુલાયમના અલગ અલગ ચોકાઓની સ્થિતિમાં ભાજપ સૌથી મોટી પાર્ટી થઈને ઉભરી શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં નજરે પડ્યો 4 આંખવાળો સૌથી ઝેરી વાયોલીન સ્પાઇડર

દુનિયાના સૌથી ઝેરી કરોળિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સના વિદ્યાર્થીઓએ ભવનમાંથી જ ...

news

ઈંડિયા ટુડે ઓપિનિયન પોલ - નોટબંધીની આંધી પાર કરી યૂપી પર રાજ કરશે BJP

નોટબંધી પર પ્રધાનમંત્રીની ઓચિંતી જાહેરાતથી લોકોને થયેલ અસુવિદ્યા છતા ભારતીય જનતા પાર્ટી ...

news

ગાડીમાંથી કાળો ધૂમાડો નિકળ્યો, સ્વામીજી ઉપવાસ પર ઉતર્યા

અમદાવાદના સાબરમતી વિસ્તારના સ્વામી ઘ્યાને ત્રણ મહિના પહેલાં એસજી રોડ સોલાના શો રૂમમાંથી ...

news

અમરેલીમાં 10ના સિક્કાનું ચલણ બંધ, બેંકો અને વીજ કંપનીઓનો સ્વીકારવા ઈનકાર

નોટબંધી બાદ એક તરફ લોકોને ચલણી નાણુ હાથવગુ કરવામાં ભારે હાડમારી પડી રહી છે. તેની વચ્ચે ...

Widgets Magazine