શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:19 IST)

ભાજપા સાથે ગઠબંધન કરીને 25 વર્ષ કર્યા બરબાદ - શિવસેના

મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીમાં એકલા ઉતરવાના નિર્ણય પછી શિવસેનાએ આજે ભાજપા પર જોરદાર હુમલો કરતા કહ્યુ કે હિન્દુત્વ અને મહારાષ્ટ્રના હિતો માટે ભગવા પાર્ટી સાથે ગઠબંધન કરીને તેઓએ 25 વર્ષનો સમય વેડફી નાખ્યો. શિવસેનાએ ભાજપા પર પોતાની ધર્મનિરપેક્ષતાનો દિખાવો કરવા માટે જુદા જવાન્નો પણ આરોપ લગાવ્યો અને કહ્યુ કે તેઓ પોતાનો મકસદ પુરો કરવા માટે છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલકને પણ રાષ્ટ્ર વિરોધી બતાવવામાં સંકોચ નહી કરે. 
 
25 વર્ષમાં પહેલીવાર રાજ્ય ખુલ્લા શ્વાસ લેશે 
 
પાર્ટીના મુખપત્ર સામનાના એક સંપાદકીયમાં કહેવામાં આવ્યુ કે અમને લાગે છે કે હિન્દુત્વ અને રાજ્યના કલ્યાણ માટે અમે 25 વર્ષ આપ્યા પણ આ 25 વર્ષ બરબાદ કર્યા. જે આજે થયુ છે તે 25 વર્ષ પહેલા થવુ જોઈતુ હતુ. તેમા કહેવામાં આવ્યુ છે, 25 વર્ષમાં પહેલીવાર રાજ્ય ખુલ્લો શ્વાસ લેશે. કારણ કે હિન્દુત્વના ગરદન પર બાંધેલી દોરી છેવટે ખુલી ગઈ છે. શિવસેનાએ કહ્યુ છે કે ભાજપા સાથે ગઠબંધન(2014)ના વિધાનસભા ચૂંટ્ણીમાં આપમેળે જ તૂટી ગયુ છે... આ હિન્દુત્વ અને મહારાષ્ટ્ર માટે બનેલો સંબંધ હતો. પણ રૂપિયા અને તાકત સાથે બધુ જીતવાના તેમના બીમાર ઈરાદાને કારણે ભાજપાએ તેને સમાપ્ત કરી નાખ્યુ.