શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (11:33 IST)

Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

મુલાયમ પછી આજે અખિલેશ ટીમ EC પહોંચશે CM સાથે 90% MLA, સાઈકલ નહી મળે તો મોટરસાઈકલ અપનાવશે ચિહ્ન 
 
લખનૌ. દિલ્હી. સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ ઝગડા વચ્ચે અખિલેશ યાદવ કેમ્પને મંગળવારે ચૂંટણી આયોગ પહોંચશે. જેની આગેવાની રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, કિરણમય નંદા અને અભિષેક મિશ્રા કરી શકે છે. સૂત્રોનુ માનીએ તો જો અખિલેશને સાઈકલ ચૂંટણી ચિહ્ન નહી મળે તો તે મોટરસાઈકલને સિંબલના રૂપમાં અપનાવી શકે છે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે મુલાયમ સિંહ સાઈકલ પર પોતાનો દાવો બતાવતા ચૂંટણી આયોગ પહોંચ્યા હતા. મુલાયમ સાથે શિવપાલ યાદવ અમરસિંહ અને જયાપ્રદા પણ હાજર હતા. 

બારામૂલામાં સુરક્ષાબળ સાથેની મુઠભેડમાં એક આતંકવાદી ઠાર 
 
શ્રીનગર. ઉત્તર કાશ્મીરના બારામૂલા જીલ્લા સ્થિત સોપોરમાં સુરક્ષાબળો સાથેની મુઠભેડમાં આજે એક અજ્ઞાત આતંકવાદી ઠાર કરાયો. 
 
પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે ક્ષેત્રમાં આતંકવાદીઓની ગતિવિધિની સૂચના મળ્યા પછી સુરક્ષાબળોએ વીતેલી રાત અભિયાન ચલાવ્યુ. તેમણે કહ્યુ કે વહેલી સવારે કેટલાક શંકાસ્પદ ગતિવિધિ જોતા પર સુરક્ષાબળોએ સંબંધિત લોકોને ચેતાવણી આપી જેમણે ગોળીબારી શરૂ કરી દીધી. અધિકારીએ કહ્યુ કે જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો. 
 






બેંકોએ ફરીથી ડેબિટ-ક્રેડિટ કાર્ડની ફી વસૂલવી શરૂ કરી 
 
દેશના તમામ વિસ્તારોમાં હજુ પણ નોટબંધીની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો એટીએમ ઉપયોગ કરવાના ચાર્જનો ડામ ફરીથી લાદતા પરેશાન થવા લાગ્યા છે. આ સિવાય ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન ફીમાં પણ સરકારે કોઇ છુટનું કોઇ એલાન નથી કર્યુ. સુત્રો જણાવે છે કે આશા હતી કે, એટીએમ ટ્રાન્ઝેકશન પર સરકાર 31મી ડિસેમ્બર પછી પણ છુટ ચાલુ રાખશે પરંતુ રિઝર્વ બેંકે આ અંગે હજુ કોઇ નિર્દેશ જારી કર્યા નથી. આના કારણે બેંકોએ ફરી એક વખત ટ્રાન્ઝેકશન ફી ચાર્જ કરવાનુ શરૂ કર્યુ છે.
 
રોજગારી પુરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં નં 1 
 
અમદાવાદ– કેન્‍દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ થતાં આંકડાઓ મુજબ રોજગાર કચેરીઓ મારફતે રોજગારી પુરી પાડવામાં સમગ્ર દેશમાં વર્ષ 2002થી ગુજરાત સતત પ્રથમ ક્રમે આવી રહ્યું છે. તે સિલસિલો આગળ વધારતાં 2016માં પણ પ્રથમ આવ્યું છે. ગુજરાતમાં વર્ષ 2 016માં રોજગાર કચેરીઓ દ્વારા કુલ 3,40,000 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે, જે પૈકી 2,29,437 યુવાનોને ઔદ્યોગિક ભરતી મેળાના માધ્‍યમ થકી ખાનગી ક્ષેત્રમાં રોજગારી પુરી પાડવામાં આવી છે
 
ભારતીય સેના ચીન અને પાકિસ્તાન સાથે એક સાથે લડાઈ કરવા તૈયાર - રાવત 
 
નવી દિલ્હી તા.૩ : દેશના નવા આર્મી ચીફ જનરલ બીપીન રાવતે કહ્યુ છે કે આપણી સેના પાકિસ્તાન અને ચીન સાથે એક સાથે જંગ લડવા માટે તૈયાર છે. જો કે તેમણે કહ્યુ હતુ કે, સંઘર્ષનો રસ્તો છોડીને આપણે બધાએ સહયોગનો રસ્તો શોધવો જોઇએ.
 
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને ભારત વિરુદ્ધ ચીન-પાકિસ્તાનની બેવડી નીતિ પસંદ નથી 
 
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રતિ પાકિસ્તાન કે ચીનના બેવડા વલણને પસંદ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમના એક સભ્યે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા માપદંડોને બર્દાશસ્ત કરશે નહીં.  રિપબ્લિકન હિન્દુ કોલિશન(RHC)ના સંસ્થાપક અને અધ્યક્ષ તથા ટ્રમ્પના વિશ્વસનીય સહયોગી શલભકુમારે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ ભારત-પાકની દોસ્તીનું પણ સમર્થન કરશે.