ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (10:50 IST)

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્ર્મ્પ GESમાં ભાગ લેવા ભારત પહોંચી.. જાણો સંમેલનની 10 ખાસ વાતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઈવાંકા ટ્રમ્પ મંગળવારથી હૈદરાબાદમાં શરૂ થઈ રહેલ ત્રણ દિવસીય વૈશ્વિક ઉદ્યમિતા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત પહોંચે ગઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને ઈવાંકાના ભારત આવવાની માહિતી આપી. અહી આયોજીત શિખર સંમેલનમાં તે ભાગ લેશે.. 
 
1.  આ સમીટનું યજમાનપદ ભારત કરી રહ્યુ છે. ત્રણ દિવસનું સંમેલન આજથી 30મી સુધી હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય ટ્રેડફેરમાં યોજાઇ રહ્યુ છે. ઇવાંકા સહિત આ સેશનમાં 100 જેટલા મહેમાનો હાજર રહેશે. આ સમિટમાં ઇવાંકા ટ્રમ્પ અમેરિકાના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે તો પીએમ મોદી ભારતનું નેતૃત્વ કરશે. જીઇએસમાં લગભગ 300 રોકાણકારો ભાગ લઇ રહ્યા છે. પીએમ મોદી GESનું ઉદ્દઘાટન કરશે અને આ સંમેલનમાં 127 દેશોના 1200થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે જેમાં મોટાભાગની મહિલાઓ છે.
 
2. આજે સવારે 5 વાગ્યે હૈદરાબાદ પહોંચેલી ઇવાંકા ટ્રમ્પની આ મુલાકાત ભારત-અમેરિકાના સંબંધો મજબુત કરશે. ઇવાંકા માટે વડાપ્રધાન મોદીએ ડિનર પણ આયોજન કર્યુ છે. બપોરે 4 વાગ્યે ઇવાંકા અને મોદી ઇવેન્ટમાં પહોંચશે. 4.45 કલાકે ઇવાંકા ટ્રમ્પનું પ્રવચન યોજાશે. જયારે 4.50 કલાકે પીએમ મોદીનું પ્રવચન યોજાશે. 5.10 કલાકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંબોધન કરશે. 
 
3.  હૈદરાબાદમાં આ સંમેલનને લઇને ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઇવાંકાની સુરક્ષામાં 2500 જેટલા સુરક્ષા કર્મચારીઓ  છે. મહેમાનોની સુરક્ષામાં 10,000 જવાનો ગોઠવાયેલા છે. કાર્યક્રમ હેઠળ ઇવાંકા અને મોદી વચ્ચે 20 મીનીટની મુલાકાત યોજાશે.
   
4. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ સોમવારના રોજ ભારત આવી પહોંચી. આ દરમ્યાન તેણે ભારત અને અમેરિકાના પ્રગતિશીલ સંબંધો પર વાત કરી. ઇવાંકાએ કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોની વાત કરીએ તો આપણે એક સાથે મળીને ઘણું બધુ કરી શકીએ છીએ અને આપણે કરવું જોઇએ. આપણી એક સરખી પ્રાથમિકતાઓ છે, આપણે બંને દેશો આર્થિક ઉન્નતિ અને સુધારને વધારી રહ્યાં છે, આતંકવાદની વિરૂદ્ઘ લડી રહ્યા છીએ અને સુરક્ષા સહયોગને આગળ વધારી રહ્યાં છીએ.
 
 
5. એક સફળ બિઝનેસમેનના રૂપમાં પોતાની ઓળખ ધરાવતી ઇવાંકા ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટ (GES)માં ભાગ લેવા માટે હૈદ્રાબાદમાં છે. ઇવાંકાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં મને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે ન્યૂયોર્ક શહેરમાં મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, ત્યારે તેઓ યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિની મોટી પ્રશંસક છું અને હું અહીં થઇ રહેલ સતત પ્રગતિ માટે કામના કરું છું, ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલ પ્રગતિની. હું આ વાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ આગળ વધારવાનું વિચારી રહી છું. હું મારી ભારત મુલાકાતને લઇ ખૂબ જ ઉત્સુક છું અને આશા છે કે ભારતને વધુ જાણવા માટે ટૂંક સમયમાં અહીં ફરીથી આવીશ.
 
6. ટેનિસ ચેમ્પિયન મિર્જા ગૂગલની ઉપાધ્યક્ષ ડાયના લુઈસ પૈટ્રિસા લેફિલ્ડ અને અફગાન સીટાડેલની સીઈઓ રાયા મહેબૂબ જેવી વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારી મહિલાઓ વિવિધ સત્રોમાં પોતાની વાત મુકશે. 
 
7. 36 વર્ષની ઈવાંકા પહેલા પણ ભારત આવી ચુકી છે પણ રાષ્ટ્રપતિની વરિષ્ઠ સલાહકારના રૂપમાં પહેલીવાર ભારત આવી રહી છે. 
 
8. ઈવાંકાને પીએમ મોદીએ આ વર્ષે જૂનમાં મેરિકાની યાત્રા દરમિયાન જીઈએસમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રૂપે આમંત્રણ આપ્યુ હતુ.