મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2016 (16:09 IST)

મારી પાસે મોદીનો 'ફુગ્ગો' ફોડનારી માહિતી - રાહુલ ગાંધી

લોકસભાના શુક્રવારે સ્થગિત થયા પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષીદળો સાથે મળીને એક પ્રેસ કૉંફ્રેંસ કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેમની પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર સાથે જોડાવવાની માહિતી છે. પ્રધાનમંત્રી પોતે ગભરાયા છે. કારણ કે તેમને ભય છે કે જો મને નોટબંધી પર બોલવા દેવામાં આવશે તો તેમનો ફુગ્ગો ફુટી જશે.  હુ આ મામલે લોકસભામાં બોલવા માંગુ છુ.  પણ મને બોલવા દેવામાં આવતો નથી. 
 
રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર ચર્ચાથી ભાગી રહી છે. એક મહિનાથી વિપક્ષના બધા નેતા લોકસભામાં ચર્ચા કરવા માંગે છે. પણ સરકાર અને પીએમ મોદી ચર્ચાથી ભાગી રહ્યા છે. તેમણે કહ્યુ એક હંમેશા એવુ બને છે કે સદનની કાર્યવાહીને વિપક્ષ રોકે છે પણ અહી સરકાર વિપક્ષને બોલતા રોકી રહી છે. અહી દરેક પાર્ટીના સભ્ય બેસ્યા છે. સરકાર અને પ્રધાનમંત્રી નથી ઈચ્છતા કે આપણે લોકસભામાં આપણી વાત મુકીએ. 
 
તેમણે કહ્યુ કે અમે સ્પીકરને કહ્યુ કે કોઈ પણ નિયમ હેઠળ ચર્ચા કરી લો પણ અમને બોલવા દો. લોકસભામાં બોલવુ અમારો રાજનીતિક હક છે. કારણ કે અમે પસંદગી પામેલા સભ્યો છીએ.  નોટબંધી પર સ્પષ્ટીકરણ આપવાની પ્રધાનમંત્રીની જવાબદારી બને છે અને તેમણે બહાના છોડીને સદનમાં બોલવુ જોઈએ. 
 
રાહુલના નિવેદન પર સરકારના મંત્રીઓનુ નિવેદન 
 
- કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યુ - રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જે આરોપ લગાવ્યો છે તે આધારહીન છે. સંસદ સત્રના પ્રથમ દિવસથી જ અમે ચર્ચા માટે તૈયાર છીએ પણ વિપક્ષ સદનને ચાલવા દેતુ જ નથી.   તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પર 20 દિવસ પહેલાથી જ માહિતી છે પણ તેઓ આજ સુધી તેની ચોખવટ નથી કરી શક્યા. 
 
- લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ, વિપક્ષ હંગામો પણ કરતો રહે અને ચર્ચાની માંગ પણ કરતુ રહે બંને વાતો એક સાથે નથી ચાલી શકતી. 
 
-વેકૈયા નાયડુએ કહ્યુ, કોંગ્રેસ અને રાહુલ ગાંધી સંસદની ચાલવા દેતા નથી. છેલ્લા 15 દિવસથી તેઓ નોટબંધીના મુદ્દા પર ચર્ચા થવા દેતા નથી.