શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચાંદીપુર. , સોમવાર, 26 ડિસેમ્બર 2016 (17:49 IST)

ભારતે લોંચ કરી અગ્નિ 5 - હવે આપણે પણ અડધી દુનિયા સુધી મિસાઈલથી હુમલો કરી શકીએ છીએ

ભારતની સૌથી લાંબી રેંજવાળી પાવરફુલ ન્યૂક્લિયર મિસાઈલ અગ્નિ-5નુ સોમવારે ઓડિશાના અબ્દુલ કલામ આઈલેંડથી ટેસ્ટ કરવામાં આવ્યો. ડિફેંસ રિસર્ચ એંડ ડેવલોપમેંટ ઓર્ગેનાઈઝેશનના મુજબ આ 5000 કિમી સુધી રેંજ કવર કરી શકે છે. ઈસ્ટમાં ચીન, ફિલીપિંસ અને વેસ્ટમાં યૂરોપના ઈટલી સુધી આ મિસાઈલ પહોંચી શકે છે.  ભારત ઈંટરકૉન્ટીનેંટલ બૈલિસ્ટિક મિસાઈલ (ICBM)બનાવનારો પાંચમો દેશ છે. અમેરિકા, રૂસ, ફ્રાંસ અને ચીન આપણી પહેલા આ પ્રકારની મિસાઈલ ડેવલોપ કરી ચુક્યા છે.  
 
 
જમીનથી જમીન પર માર કરનારી અગ્નિ-૫ના અગાઉ ત્રણ પરિક્ષણ થઈ ચૂકયા છે. કેટલાક અન્ય પરિક્ષણ બાદ આ મિસાઈલ ભારતીય સેનાનો ભાગ બની જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર ભારતની અગ્નિ શ્રેણીના આ આધુનિક મિસાઈલના કારણે સુરક્ષા મુદ્દે ભારતની શકિત ખુબ વધી જશે. MTCRમાં દુનિયાના પ્રમુખ ૩૫ દેશો સભ્ય છે. MTCR માનવરહિત પરમાણુ હથિયાર લઈ જનાર સક્ષમ મિસાઈલો પર નિગરાણી રાખે છે. અગ્નિ-૫ મિસાઈલ ચીન અને પાકિસ્તાન સહિત લગભગ સમગ્ર એશિયા અને યુરોપ સુધી હુમલો કરવા માટે સક્ષમ છે.
 
બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ 5 નક્કર પ્રોપેલેટ દ્વારા સંચાલિત થાય છે. આ મિસાઈલ કોઈ પણ ઋતુ અને કોઈ પણ ભૌગોલિક સ્થિતિમાં પ્રક્ષેપિત કરી શકાય છે. અગ્નિ 5ની લંબાઈ 17 મીટર છે. જેનું વજન 50 ટન છે. તે ખુબ તેજ અને અત્યાધુનિક તકનીકથી લેસ છે. અગ્નિ 5 મિસાઈલ છોડો અને ભૂલી જાઓના સિદ્ઘાંત પર કામ કરે છે. તેના બેલિસ્ટિક પથના કારણે તેને ટ્રેક કરવી દુશ્મનો માટે સરળ નહીં રહે.
 
ભારતીય સેના પાસે અગ્નિ 1, અગ્નિ 2 , અગ્નિ 3 અને અગ્નિ 4  મિસાઈલ પહેલેથી જ છે. ભારતીય સેના પાસે સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ પણ છે. આ શ્રેણીની મિસાઈલમાં અગ્નિ 1 700 કિમી, અગ્નિ 2  2000 કિમી, અગ્નિ 3  2500 કિમી અને અગ્નિ 4 
3500  કિમી સુધી માર કરી શકે છે. ભારતે અગ્નિ 5 ને શાંતિનું અસ્ત્ર ગણાવ્યું છે. ભારતે અગ્નિ શ્રેણીની પહેલી મિસાઈલ 1989માં ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ બનાવી હતી.  સૂત્રોના જણાવ્યા મુજબ અગ્નિ 6નું નિર્માણ હજુ પ્રારંભિક અવસ્થામાં છે. અગ્નિ 6  સબમરિનથી પણ લક્ષ્ય સાધવામાં સક્ષમ હશે. એવું કહેવાય છે કે અગ્નિ 6 8000-10000 કિમી સુધી માર કરી શકશે.
 
અગ્નિ-5 ની હદમાં અડધી દુનિયા 
 
- અમેરિકાને છોડીને આખો એશિયા, આફ્રિકા અને યૂરોપ ભારતની હદમાં હશે. 
- ભારતની આ સૌથી તાકતવર મિસાઈલની રેંજમાં પુર્ણ પાકિસ્તાન, અફગાનિસ્તાન, ઈરાક, ઈરાન અને લગભગ અડધુ યૂરોપ આવે છે. 
- અગ્નિ-5 ચીન, રૂસ, મલેશિયા, ઈંડોનેશિયા અને ફિલીપીસ સુધી ટારગેટ પર નિશાન લગાવી શકે છે. 
 
ભારત-પાકની એટમી મિસાઈલોમાં શુ છે અંતર 
 
-બંને દેશોની મિસાઈલ ટેકનોલોજી વચ્ચે મોટુ અંતર એ છે કે ભારત 5000 કિમી. સુધી વાર કરનારી પરમાણુ મિસાઈલ અગ્નિ-5 ડેવલોપ કરી ચુક્યુ છે અને 10 હજાર કિલોમીટર સુધી જનારી મિસાઈલ ટેકનોલોજી ડેવલોપ કરી રહ્યુ છે. 
- પાકિસ્તાન હજુ શાહીન-3 સુધી જ પહોંચી શક્યુ છે. તેની રેંજ 2750 કિમી છે. 
- પાક તૈમૂર ઈંટરકૉંન્ટિનેંટલ મિસાઈલ પર કામ કરી રહ્યુ છે. જેની કૈપેબિલિટી અગ્નિ 5 જેવી જ હશે. મતલબ પાકિસ્તાન હજુ આપણા કરતા એક પગલુ પાછળ છે.  
- બીજી બાજુ શાહીન 3ને લઈને પાક આર્મીનો દાવો છે કે આ પૂર્ણ ભારતમાં ક્યાય પણ નિશાન લગાવી શકે છે. પૂર્વમાં મ્યાંમાર, પશ્ચિમમાં ઈઝરાયેલ અને ઉત્તરમાં જજાખિસ્તાન સુધી એટમી હથિયારથી હુમલો કરી શકે છે.