શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:40 IST)

રાહુલનો જેટલી પર મોટો હુમલો, બોલ્યા ચોકસીના પેરોલ પર હતી જેટલીની પુત્રી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની પુત્રીને પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહૂલ ચોક્સીએ લાખો રૂપિયા આપ્યા છે. રાહુલ ગાંધીએ વિજ્ઞાન કૉંલેજ મેદાનમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા કહ્યું, નીરવ મોદી અને મેહૂલ ચોક્સી 35 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવાના આરોપી છે. બધા લોકો તેનું નામ જાણે છે. સાથે જ તેમને ટ્વિટ કરીને સોનાલીનું એકાઉન્ટ નંબર પણ સાર્વજનિક કરી નાંખ્યું છે જેના દ્વારા કોંગ્રેસ પાર્ટી પૈસા લેવાનો આરોપ લગાવી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું કે, નાણામંત્રીની પુત્રી ચોર મેહુલ ચોકસી માટે કામ કરી રહી હતી અને તેમના પિતા જેટલીએ ફાઈલ દબાવી દીધી. 
 
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફ્રન્સ કરી અને તેમાં બેંક એકાઉન્ટ નંબર સ્પષ્ટ રીતે જણાવ્યું અને દુ:ખની વાત તે છે કે, પ્રેસના મિત્રોમાંથી કોઈએ પણ ટીવી પર આ વાતને બતાવી નહતી. રાહુલે કહ્યું કે, પ્રેસનું કામ જનતાને સત્ય બતાવવાનું છે, દેશના મોટા મીડિયા હાઉસ આ કેસને થોડૂ પણ કવરેજ આપતા નથી.
 
રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન પણ જેટલી પર આ આરોપો ફરી લગાવ્યા હતા. તેમને કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશના 35 હજાર કરોડ રૂપિયા ચોરી કરનાર ચોર છે. મેહુલ ચોકસીએ નાણામંત્રી અરૂણ જેટલીની પુત્રીના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા નાંખ્યા. નાણામંત્રીએ મેહુલ ચોકસી પર કોઈ કાર્યવાહી કરી નહી અને તે ભાગી ગયો.