જલીકટ્ટુ Live - હિંસક બન્યુ પ્રદર્શન, લાઠીચાર્જથી નારાજ પ્રદર્શનકારીઓએ ફૂંકી અનેક ગાડી

સોમવાર, 23 જાન્યુઆરી 2017 (14:03 IST)

Widgets Magazine

jallikattu


 
- મરીનાબીચ પોલીસ સ્ટેશનને સળગાવ્યું 
- ભારે લાઠી ચાર્જઃ ૨૦ પોલીસ જવાન ઘાયલ
-પોલીસ વાહનો હડફેટે
-દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ હટાવી દેવાયા
તમિલનાડુમાં જલીકટ્ટૂને લઈને ચાલી રહેલ પ્રદર્શન ખૂબ હિંસક બની ગયુ છે. પોલીસે જલીકટ્ટૂના આયોજનની સ્થાયી સમાધાનની માંગને લઈને છેલ્લા એક અઠવાડિયાથી મરીના બીચ પર પ્રદર્શન કરી રહેલ સેંકડો પ્રદર્શનકારીઓને સોમવરે વહેલી સવરે હટાવવા શરૂ કરી દીધા. પોલીસની કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓએ માનવશૃંખલા બનાવીને પોતાનો વિરોધ બતાવ્યો છતા પણ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. આવામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. પ્રદર્શનકારી આગચંપી અને હિંસા પર ઉતરી આવ્યા. 
jallikattu
પોલીસના લાઠીચાર્જથી ક્રોધિત પ્રદર્શનકારીઓએ મરીના બીચ પાસે આઈસ હાઉસ પોલીસ મથક પર હુમલો કર્યો અને તેના નિકટ આગ લગાવી દીધી. આ ઉપરાંત અનેક ગાડીઓને પણ પ્રદર્શનકારીઓએ ફૂંકી નાખી. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડીને આગ ઓલવવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ. 
 
પોલીસે આ દરમિયાન મરિના બીચ જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં. લોકોને ભેગા પણ થવા દેવામાં આવતા નથી. પોલીસે મરિના બીચ પરથી કેટલાક પ્રદર્શનકારીઓને હટાવ્યાં છે. પોલીસનું આકરું વલણ જોઈને લોકોમાં ખુબ નારાજગી છે. તેમનું કહેવું છે કે તેઓ આ દેશનો જ ભાગ છે પરંતુ પોલીસ તેમની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે.
jallikattu
ઉલ્લેખનીય છે કે જલ્લીકટ્ટુને લઈને રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારબાદ સરકારે એક વટહુકમ પસાર કરીને સાંઢોને કાબુમાં કરવાના આ પરંપરાગત તામિલ ખેલને રમવાની પરવાનગી આપી હતી. પરંતુ આમ છતાં પ્રદર્શનકારીઓ તેના પર કાયમી સમાધાનની માગણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વટહુકમ તો છ મહિના બાદ નકામો થઈ જશે આથી સરકારે આ મુદ્દે કાયમી કાયદો બનાવવો જોઈએ.તમિલનાડુમાં જલીકટ્ટૂ પર લાગેલ રોક હટાવવા માટે અધ્યાદેશ લાવ્યા પછી પણ લોકોનુ પ્રદર્શન ચાલુ છે. ચેન્નઈની મરીના બીચ પર છેલ્લા 6-7 દિવસોથી લાગેલા પ્રદર્શનકારીઓને પોલીસે સોમવારે સવારે અહીથી બળજબરીપૂર્વક હટાવ્યા.  પોલીસે પહેલા તેમને પ્રદર્શન ખતમ કરવા માટે સમજાવવાની કોશિશ કરી. પન તેઓ ન માન્યા તો પોલીસને બળનો ઉપયોગ કરવોપડ્યો. લાઠીચાર્જમાં અનેક પ્રદર્શનકારી ઘાયલ થયા છે. પોલીસ કર્મચારીઓએ જ્યારે આ પ્રદર્શનકારીને હટાવી રહ્યા હતા ત્યારે તે લોકો રાષ્ટ્રગાન જન ગણ મન ગાવા લાગ્યા. લાઠીચાર્જ પછી સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. ચેન્નઈ ઉપરાંત મદુરાઈ, કોયંબતૂર અને ત્રિચીથી પણ પદર્શનકારીને બળજબરીથી હટાવાઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જના વિરોધમાં વિધાનસભામાંથી ડીએમકેએ વોકઆઉટ કર્યુ. 
ડીએમકેના નેતા સ્ટાલિને તામિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. જે બાદ આજે ડીએમકેના કાર્યકરો દ્વારા રેલ રોકો કાર્યક્રમ પણ આપવામાં આવ્યા હતા. ચેન્નઈના મામ્બલમમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ. સ્ટાલિને કર્યું હતું. ડીએમકેના કાર્યકરોએ પોલીસનું બેરિકેડિંગ તોડી રેલને અટકાવી હતી.
 
પોલીસે આ દરમિયાન મરિના બીચ જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં. લોકોને ભેગા પણ થવા દેવામાં આવતા નથી. પોલીસે મરિના બીચ પરથી કેટલાક પ્રદર્શનકારીઓને હટાવ્યાં છે. પોલીસનું આકરું વલણ જોઈને લોકોમાં ખુબ નારાજગી છે. તેમનું કહેવું છે કે તેઓ આ દેશનો જ ભાગ છે પરંતુ પોલીસ તેમની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે જલ્લીકટ્ટુને લઈને રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારબાદ સરકારે એક વટહુકમ પસાર કરીને સાંઢોને કાબુમાં કરવાના આ પરંપરાગત તામિલ ખેલને રમવાની પરવાનગી આપી હતી. પરંતુ આમ છતાં પ્રદર્શનકારીઓ તેના પર કાયમી સમાધાનની માગણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વટહુકમ તો છ મહિના બાદ નકામો થઈ જશે આથી સરકારે આ મુદ્દે કાયમી કાયદો બનાવવો જોઈએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
.

Loading comments ...

ગુજરાત સમાચાર

news

750 વર્ષ જુના ગેળાના હનુમાનજીના મંદીરે શ્રીફળના પહાડ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામમાં હનુમાનજીની શિલા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આ ...

news

સુરતના ડાયમંડ કિંગે 1200 કર્મચારીઓને આપી કારની ભેટ

દર દિવાળીએ કર્મચારીઓને ભેટમાં કાર-દાગીના અને ફલેટ આપવા જાણીતા દિલદાર ડાયમંડ કિંગ સવજી ...

news

ઠંડા પડેલા અલ્પેશ ઠાકોર ફરી જાગ્યા, આગામી વિધાનસભાની ચૂંટણી બાદ ઠાકોર ઉમેદવાર સીએમ બનશે

ડીસામાં ઓબીસી, એસ.ટી. એસ.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લામાં તાજેતરમાં ...

news

દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં “કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવન શૈલી” વિષયક ટેબ્લો રજૂ થશે

પ્રજાસત્તાક દિન નિમિત્તે આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય પરેડમાં ...

Widgets Magazine