મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (07:52 IST)

અલવિદા અમ્મા: જયલલિતા 1948-2016

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા અવસાન પામ્યા છે તેઓ 68 વર્ષના હતા;. તેમના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજનીતિની દુનિયામાં આવ્યા અગાઉ જયલલિતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક જાણીતા નામ હતા. જયલલિતા 60-70ના દાયકામાં ટોચના એક્ટ્રેસ તરીકે જાણીતા હતા.
- તમિલનાડુના ત્રણ મુદત માટેના મુખ્યપ્રધાન તથા ભારતીય-તમિલ અભિનેતા, ડાયરેકટર,. નિર્માતા અને રાજકારણી મરુધુર ગોપાલન રામચંદ્રન જયલલિતાને રાજકારણમાં લઈ આવ્યા હતાં. તેઓ એમજીઆર તરીકે પણ જાણીતા હતાં. એમજીઆરએ જયલલિતા સાથે અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

- જયલલિતાએ બોલિવૂડની એક માત્ર ફિલ્મ ‘ઇજ્જત’માં કામ કર્યું છે.  1968માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં જયલલિતા સાથે ધર્મેન્દ્રએ કામ કર્યું હતું.

- જયલલિતાએ લગભગ 140 ફઇલ્મોમાં કામ કર્યું છે જેમાં મોટાભાગની તમિલ અને તેલુગુ ફિલ્મોનો સમાવેશ થાય છે.

- સ્લિવલેસ બ્લાઉસ પહેરી જળધોધ નીચે ઊભા રહી ગીતનું શુટીંગ કરાવનાર તેઓ પ્રથમ તમિલ અભિનેત્રી છે

-  જયલલિતાએ માત્ર ત્રણ વર્ષની વયે ભારતનાટ્ટયમની તાલિમ મેળવી હતી.

- તેમના અભિનેત્રી માતા સંધ્યા  તેમને 15 વર્ષની વયે તમિલ ફિલ્મોમાં લઈ આવ્યા હતાં.

 = જયલલિતાની પ્રથમ ફિલ્મ એડલ્ટ હતી. જોકે તેઓ તેમની પ્રથમ ફિલ્મ થિયેટરમાં જોઈ શકયા ન હતા. કારણ કે તેમયે તેઓ પુખ્ત બન્યા ન હતાં.

-  તેમની પ્રથમ ફિલ્મ એ ગ્રેડ હતી અને તેમાં તેમણે યુવા વિધવાની ભૂમિકા ભજવી હતી. પ્રથમ ફિલ્મમાં એક છોકરી માટે આ ભૂમિકા ભારે કપરી હતી.

- ફિલ્મ કારકિર્દીમાં તેઓ પરિણીત અભિનેતા શોબન બાબુના પ્રેમમાં પડ્યા હતાં. જયલલિતા તેમના નિવાસેથી દૂરબીન મારફતે શોબન બાબુને જોતા રંગે હાથ પકડાઈ ગયા હતાં. જોકે તેમણે ક્યારેય લગ્ન કર્યા ન હતાં.
    
- જયલલિતા અંગ્રેજી પુસ્તકો વાંચવાનો ભારે શોખ છે. પ્રવાસમાં પણ તેઓ કેટલાક પુસ્તકો સાથે રાખે છે.

-  જયલલિતા તમિલના સારા લેખિકા પણ છે તેમણે એક નવલકથા પણ લખી છે. આ ઉપરાંત પૂર્વ તમિલ સાપ્તાહિકમાં તેઓ નિયમિત લેખ પણ લખતા હતાં.

-  સૌથી વધુ સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપવાનો તમિલ અભિનેત્રીનો રેકોર્ડ જયલલિતા નામે લખાયેલો છે. તેમની 85માંથી 80 તમિલ ફિલ્મએ સિલ્વર જ્યુબિલી ઉજવી છે. તેમની એકમાત્ર હિન્દી ફિલ્મ ઈજ્જત પણ હિટ રહી હતી.

- જયલલિતાએ એક યુવા માળીને અભ્યાસમાં નાણાકીય મદદ કરી હતી. આ માળીએ ધોરણ-10ની પરીક્ષામાં સારો દેખાવ કર્યો હતો પરંતુ નાણાંના અભાવે અભ્યાસ પડતો મુક્યો હતો. જયલલિતાની મદદને કારણે તેણે કમ્યુટર સાયન્સમાં એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને આજે તે એમેઝોનમાં નોકરી કરે છે.