ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (11:27 IST)

કાનપુર - બિલ્ડિંગ ઢસડી પડવા પાછળ SP નેતાની બેદરકારી ? 7 લોકોએ જીવ ગુમાવ્યો

કાનપુરના જાજમઉ વિસ્તારમાં બુધવારે એક છ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડી પડી. આ દુર્ઘટના પછી બુધવારે કાળમાળમાંથી 5 લોકોની લાશ કાઢવામાં આવી. બીજી બાજુ ગુરૂવારે સવારે કાળમાળમાં એક શબ જોવા મળ્યુ છે તેને એનડીઆરએફ કાઢવામાં લાગી છે. આ ઈમારત સપા સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મહતાબ આલમની બતાવાય રહી છે. પોલીસે સપા નેતા મહતાબ આલમ અને ઠેકેદારના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.  બીજી બાજુ હજુ પણ 30 લોકોના કાટમાળના નીચે દબાયાની આશંકા છે. 
 
કાનપુરના આ ઘટનાના પડઘા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ પડી શકે છે. કેમકે, ધરાશાયી થયેલ બિલ્ડિંગની માલિકી સમાજવાદી નેતા મહતાબ આલમની છે. તેમની સામે બાંધકામ માટે ગેરરીતી આચરવા બદલ FIR પણ નોંધવામાં આવી છે અને કાનપુર ડીએમ દ્વારા મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરીના આદેશ આવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈને રાજ્યનું રાજકરણ ગરમાઈ શકે છે.
 
કાનપુર પોલિસ ડિઆઈજી રાજેશ મોદકે માહિતી આપતા જણાવ્યું કે, ઘાયલો પૈકી 7 મજૂરની સ્થિતિ ગંભીર છે. જ્યારે હજુ પણ બિલ્ડિંગના કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ સાથે મળીને રાજ્ય પોલિસના જવાનો પણ બચાવ ઓપરેશન કરી રહ્યા છે.