બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 5 ડિસેમ્બર 2016 (17:34 IST)

જયલલિતાને કાર્ડિએક અરેસ્ટ થયો હાર્ટ અટેક નહી.. જાણો શુ છે અંતર

તમિલનાડુની સીએમ જયલલિતાની હાલત ખૂબ જ નાજુક બતાવાય રહી છે. એપોલો હોસ્પિટલના ડોક્ટરો મુજબ બધા પ્રયાસો છતા જયલલિતાના આરોગ્યમાં સુધારો તહ્યો નથી. જયલલિતાને ગઈકાલે કોર્ડિયાક અરેસ્ટ થયો છે હાર્ટ એટેક નહી. કોર્ડિયેક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં અંતર છે. 
 
હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હાર્ટને લોહી પહોંચાડાનરી કોઈ આર્ટરી કે ધમનીમાં બ્લોકેજ થઈ જાય છે. તેનાથી હ્રદયની માંસપેશીઓ કામ કરવી બંધ કરી દે છે. જ્યારે કે કાર્ડિયેક અરેસ્ટ હ્રદયની લોહીને પંપ કરવાની ગતિને રોકાય જવાને કહે છે. 
 
કાર્ડિયેક અરેસ્ટથી શરીરના અંગો સુધી લોહી પહોંચે છે અને અંગ કામ કરવા બંધ કરવા માંડે છે. જયલલિતાને આ સમયે ECMO સિસ્ટમ પર મુકવામાં આવી છે. આ ECMO સિસ્ટમ શિરાઓમાંથી આવનારા લોહીમાં ઓક્સીજન ભેળવીને તેને ધમનીઓ દ્વારા શરીરના અંગો સુધી પહોંચાડે છે.  આ સિસ્ટમ દ્વારા વ્યક્તિને અનેક અઠવાડિયા સુધી ઈસીએમઓ પર મુકી શકાય છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે જયલલિતા એ ગણતરીના મુખ્યમંત્રીઓમાંથી છે જેમને માટે રાજયની જનતા ક્યારેય પણ જીવ ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે.  જયલલિતા 22 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતી અને તેના મોટાભાગના સમર્થક હોસ્પિટલની બહાર તેમની સલામતી માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.