શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (10:02 IST)

બંધ કરી દો મારો ફોન.. આધાર સાથે લિંક નહી કરાવુ - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર વિરુદ્ધ મોરચો ખોલવાની કોઈપણ તક હાથમાંથી જવા દેતા નથી.. એ નોટબંધી, જીએસટીથી લઈને કેન્દ્ર સરકારના દરેક પગલાનો વિરોધ કરતી આવી રહી છે. હવે આ કડીમાં મોબાઈલ ફોનના આધાર લિંકની અનિવાર્યતા જોડાય ગઈ છે. 
 
બુધવારે નજરૂલ મંચમાં આયોજીત તૃણમૂલ કોર કમિટીની બેઠકમાં મમતાએ પાર્ટી નેતાઓ અને પંચાયતથી લઈને સંસદ સુધીના લગભગ 3500 જનપ્રતિનિધિયોને સંબોધિત કરતા કેન્દ્રને પડકાર આપી દીધો. મમતાએ કહ્યુ કે તે પોતાના મોબાઈલ કનેક્શન બંધ કરવા તૈયાર છે. પણ તે પોતાનો ફોન આધાર સાથે લિંક નહી કરાવે. 
 
મમતાએ નજરૂલ મંચમાં રહેલ પાર્ટી નેતાઓ અને સામાન્ય લોકોને પણ પોતાની વાતનુ પાલન કરવાની અપીલ કરતા આરોપ લગાવ્યો કે ફોન નંબર સાથે આધારને જોડવા પાછળ લોકોની પર્સનલ વાતોમાં દખલગીરી કરવાનું ષડયંત્ર છે.  મુખ્યમંત્રીએ કહ્યુ કે હુ તમને આ અંદાજમાં વિરોધ કરવાની અપીલ કરુ છુ. તેઓ કેટલા લોકોના ટેલીફોન કનેક્શન કાપશે ? ભારતીય જનતા પાર્ટી શુ કહે છે ?  શુ તેઓ લોકોની ગુપ્ત વાતો સાંભળવા માંગે છે ? આ લોકોની પ્રાઈવેસી પર સીધો હુમલો છે. મમતાએ આસ સાથે જ એલાન  કર્યુ કે નોટબંધીના એક વર્ષ પૂરા થતા તેમની પાર્ટી આઠ નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કાળા ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કરતા બ્લેક ડે મનાવશે. તેમણે નોટબંધીને સૌથી મોટુ કૌભાંડ કહ્યુ છે.