ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (12:41 IST)

કોણ બનશે UP ના સીએમ - મનોજ સિન્હાની આ 10 વિશેષતાઓ તેમને CM ના પ્રબળ દાવેદાર માને છે

બીજેપીએ અત્યાર સુધી યૂપીના સીએમના ચેહરા પર કોઈ મોહર લગાવી નથી. દાવેદારીમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રેલવે રાજ્ય મંત્રી મનોજ સિન્હાનુ નમ વધુ ચર્ચામાં છે. જો કે રેસમાં મનોજ સિન્હા આગળ છે અને તેમના નામ પર મોહર લાગવી હવે માત્ર ફોરમાલિટી રહી ગઈ છે. 
 
ગાજીપુરથી સાંસદ મનોજ સિન્હાનુ નમ બીજેપીની બહાર અને અંદરના લોકો માટે પણ ખૂબ ચોંકાવનારુ છે.  એક પણ વિધાનસભા ઈલેક્શન ન લડનારા અને કેમેરાથી વધુ કામ પર ફોકસ કરનારા મનોજ સિણ્હા જો યૂપીના સીએમ બને છે તો તેમની આ દાવેદારી પાછળ અનેક વિશેષતા છે.  જે તેમને બીજેપી સરકારના સૌથી જુદા મંત્રી અને નેતા બનાવે છે. 
 
મનોજ સિન્હાની 10 ખાસિયતો જે બનાવે છે સીમના મજબૂત દાવેદાર. મનોજ સિન્હા જો યૂપીના સીએમ બને છે તો તેમની આ દાવેદારી પાછળ અનેક ખાસિયતો છે જે તેમને જુદા મંત્રી અને નેતા બનાવે છે. 
 
1. 1982માં 23 વર્ષની વયમાં બીએચયૂના પ્રેસિડેંટનુ ઈલેક્શન જીતીને એક્ટિવ પોલિટિક્સમાં ઉતરનારા મનોજ સિન્હા તાજેતરમાં રેલવેમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. મનોજ સિન્હાની સૌથી મોટી તાકત તેમની મિસ્ટર ક્લિનની ઈમેજ છે.  તેમના પર કોઈ પણ પ્રકારનો આરોપ લાગ્યો નથી.  ભ્રષ્ટાચાર મુક્ત છબિ હોવી તેમની સીએમની દાવેદારીને ખૂબ જ મજબૂત બનાવે છે. તેમની ક્લીન ઈમેજ અને અવિવાદિત છબિ તેમને પાર્ટી પ્રેસિડેંટ અમિત શાહ અને પીએમ મોદીના પ્રિય બનાવે છે. 
 
2. મનોજ સિન્હા ગાજીપુરથી સાંસદ છે. તેઓ પોતના સંસદીય ક્ષેત્રમાં સક્રિય ર્હે છે. લોકો સાથે તેમનો સીધો કોંટેક છે. તેમને એક સારા જમીની નેતા બનાવે છે.  રજાના દિવસે પણ તેઓ પોતાનો દરબાર લગાવે છે અને લોકોને બોલાવીને તેમની સમસ્યાઓ સાંભળે છે અને સમાધાન કરે છે. 
 
3. સતત એક્ટિવ રહેવા અને કામ કરતા સીખવાનો મિજાજ તેમને ખૂબ જ અલગ બનાવે છે. રેલવેમાં એક રાજ્યમંત્રીના રૂપમાં તેમણે સુરેશ પ્રભુ સાથે ખભાથી ખભો મેળવીને કામ કર્યુ. ખાસ કરીને જ્યારે પ્રભુ રેલવેને ટેકનોલોજી સાથે જોડવાનુ કામ કરી રહ્યા હતા, ત્યારે મનોજ સિન્હાએ રેલવેના રૂટીન કામકાજને ખૂબ જ શાનદાર રીતે હેંડલ કર્યુ. 
 
4. તેમની વિનમ્ર અને હાર્ડવર્કિંગ પર્સનાલિટીના કારણે પીએમ નરેન્દ્ર મોદી તેમને ખૂબ પસંદ કરે છે તો બીજી બાજુ અમિત શાહના નિકટના માનવામાં આવે છે. જ્યારે કે ત્રીજી બાજુ રાજનાથ સિંહના ખૂબ જ નિકટના માનવામાં આવે છે. 
 
5. મનોજ સિંહ્ના અજાતશત્રુ માનવામાં આવે છે. પોલિટિક્સમાં આવા નેતા વિરલ હોય છે જેમન પાર્ટીની અંદર કે પાર્ટીની બહાર કોઈ દુશ્મન નથી. આખી પાર્ટીમાં  બધા સાથે દોસ્તાના રિલેશન તેમની મોટી તાકત છે. 
 
6.  કામ પ્રત્યે તેમનુ સમર્પણ, મિલનસાર સ્વભાવ અને વિનમ્રતા તેમને સૌની વચ્ચે લોકપ્રિય બનાવે છે.  બીજેપીની ટૉપ અને ઈંટરનલ લીડરશિપમાં તેમના પ્રત્યે જોરદાર કોંફિડેંસ છે.  
 
7. પાર્ટીની ટૉપ લીડરશિપ ઈચ્છે છે કે યૂપીના સીએમ એક એવો ચેહરો હોય જે બધી બાજુ એક્સેપ્ટેબલ હોય.  આવામાં મનોજ સિન્હા આ ખાસિયતને પુર્ણ કરે છે. 
 
8. સૂત્રોનુ માનીએ તો મનોજ સિન્હાનું વધુ એમ્બિશિયસ ન હોવુ તેમને મોદીના વધુ નિકટ લાવે છે. તે સતત કામ પર ફોકસ કરે છે અને જે જવાબદારી આપવામાં આવે તે સારી રીતે પુરી કરે છે. 
 
9. રેલવેમાં એક રાજ્યમંત્રીનુ કામ કરતા તેમનુ કામ અને સમર્પણ જોઈને પ્રધાનમંત્રીએ તેમને ટેલીકોમ મિનિસ્ટ્રીનો વધારાનો પ્રભાર પણ આપ્યો. ઓલરાઉંડર, એફિશિએંસી અને પોલિટિકલી સ્માર્ટનેસ તેમને ખૂબ જ જુદા લીડર સાબિત કરે છે. 
 
10. મનોજ સિન્હા એક સંતુલિત વક્તા પણ છે. તેઓ તોલમોલ કરી અને સંતુલન સાથે બોલે છે.  2017ના ઈલેક્શનમાં તેઓ એવા સ્ટાર પ્રચારકોમાંથી એક રહ્યા છે જેમને હેલીકોપ્ટર આપવામાં આવ્યુ.   વિવેક અને કુશળતા તેમને મોદી-અમિત શાહના ખૂબ નિકટ લાવે છે અને વિશ્વાસને મજબૂત કરે છે.