મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:50 IST)

ભારતીય પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

નવા ભારતીય પાસપોર્ટ પર જોવા મળી રહેલા કમળના ફૂલના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાસપોર્ટ પર કમળના નિશાનના પગલે વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
 
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે કમળના નિશાન પર સ્પષ્ટતા આપી છે કે આ બોગસ પાસપોર્ટની ઓળખ કરવા માટે 'સિક્યૉરિટી ફીચર' તરીકે તેને ઉમેરવામાં આવ્યું છે.
 
મહત્ત્વપૂર્ણ છે કે કમળએ કેન્દ્રમાં શાસકપક્ષ ભાજપનું ચૂંટણીચિહ્ન છે.
 
આ મુદ્દા પર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 'કમળ આપણું 'રાષ્ટ્રીય ફૂલ' છે. ભવિષ્યમાં પણ પાસપોર્ટ પર અલગ-અલગ રાષ્ટ્રીય પ્રતીક છાપવામાં આવશે.'
 
વિપક્ષે બુધવારે લોકસભામાં નવા પાસપોર્ટ પર કમળના નિશાન મામલે સવાલ ઉઠાવ્યા હતા જેનો જવાબ એક દિવસ બાદ ગુરુવારે વિદેશ મંત્રાલયે આપ્યો હતો.
 
કૉંગ્રેસ સભ્ય એમ. કે. રાઘવને કેરળના કોઝિકોડમાં નવા પાસપોર્ટનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભાજપના ચૂંટણીચિહ્ન સાથે સરકારી પ્રતિષ્ઠાનોનું ભગવાકરણ થઈ રહ્યું છે.