મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (11:16 IST)

મોદી પર લાગેલા આરોપોને મોટાભાગના લોકો માને છે આધાર વગરના - સર્વે

રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિગત ભ્રષ્ટાચારના ખુલાસા પછી ભૂકંપ આવી જવાનો દાવો કર્યો હતો પણ સત્ય તો એ છે કે દેશની મોટાભાગની જનતા તેમના આરોપોને આધાર વગરના જ માને છે. સી-વોટરના એક સર્વે મુજબ 82.7 ટકા લોકોનુ માનવુ છે કે મોદી પર લાગેલા આરોપ આધારવગરના છે. બીજી બાજુ 17.3 ટકા લોક છે જે આ આરોપને ગંભીર માની રહ્યા છે. સર્વેમાં શહેરી, અર્ધ-શહેરી, ગ્રામીણ ક્ષેત્રોના નિમ્ન આવક વર્ગ, મધ્યમ આવક વર્ગ અને ઉચ્ચ આવકવર્ગના જુદી જુદી વયના લોકો સાથે કેટલાક સવાલ કરવામા6 આવ્યા હતા. જેને સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધીના આરોપોની મજાક બનાવીને જુદા જુદા કમેંટ કરવામાં આવી રહ્યા છે. 
 
સી-વોટરના સર્વે મુજબ કુલ 57.7 ટકા લોકોનુ એ મનાવુ હતુ કે તે રાહુલ પર વિશ્વાસ નથી કરતા અને તેમના આરોપ આધારવગરના જ લાગે છે. જ્યારે કે 9.8 ટકા લોકોએ કહ્યુ કે તેમને રાહુલ પર  વિશ્વાસ પણ છે અને મોદી પર લગાવેલ આરોપ પણ સાચા છે. સર્વે મુજબ 7.6 ટકા લોકોએ કહ્યુ કે તેઓ રાહુલો પર વિશ્વાસ તો કરે છે પણ તેમના આરોપોને યોગ્ય નથી માનતા. બીજી બાજુ 3.9 ટકા એવા લોકો હતા જે રાહુલ પર વિશ્વાસ નથી કરતા પણ મોદી પર લગાવેલ ભ્રષ્ટાચારના આરોપોને સાચા માને છે. 
 
શુ હતો આરોપ 
 
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતના મહેસાણામાં રેલી કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતના સીએમના રૂપમાં મોદીએ સહારા અને બિડલા પાસેથી પૈસા લીધા. આ વાતનો પુરાવો ઈનકમ ટેક્સ પાસે છે. રાહુલે કહ્યુ છે કે પીએમ મોદી દેશને ખુદ સાચુ બતાવે. રાહુલે આરોપ લગાવ્યો કે સહારાએ છાપા પછી 6 મહિનામાં 9 વાર પીએમ મોદીને પૈસા આપ્યા. 
 
નોટબંધી પછી દેશભરમાં લોકો કેશની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બેંકો અને એટીએમમાં લાંબી લાઈનથી લોકો ત્રસ્ત છે. પણ સી-વોટરના સર્વે મુજબ આ નિર્ણયના 40 દિવસ પછી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. સર્વે 19-20 ડિસેમ્બરની વચ્ચે 24 રાજ્યોના 419 લોકસભા ક્ષેત્રો અને 897 વિધાનસભા ક્ષેત્રોમાં કરાવવામાં આવ્યા છે.