UP Election 2017 - સપાએ 325 કૈડિડેટ્સનુ લિસ્ટ રજુ કર્યુ, કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહી

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:29 IST)

Widgets Magazine
mulayam

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે આજે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પોતાની પાર્ટીના 325 ઉમેદવારોની યાદી રજુ કરી. મુલાયમ સિંહે કહ્યુ કે અખિલેશ જ્યાથી ઈચ્છે ત્યાથી ચૂંટણી લડશે. આ તેની ઈચ્છા પર નિર્ભર છે.  તેમણે કહ્યુ કે અમે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરીએ અને અમારા દમ પર જ ચૂંટણી લડીશુ. તેમણે કહ્યુ કે બાકી 78 સીટોના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.  આ દરમિયાન તેમણે કહ્યુ કે યૂપી જીતનારો દિલ્હી જીતે છે. આ ચૂંટણી 28 ફેબ્રુઆરીથી થશે.  લખનૌ કૈંટથી મુલાયમની વહુ અપર્ણા યાદવ ચૂંટણી લડશે. 
 
પાર્ટી પ્રમુખે કહ્યુ કે બધા ઉમેદવારો સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમા શિવપાલનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યુ છે. શિવપાલના પસંદગીના ચેહરાઓની આ લિસ્ટમાં ભરમાર છે.  અયોધ્યાથી અખિલેશ કેબિનેટમાં મંત્રી અને તેમના નિકટના પવન પાંડેને ટિકિટ મળી નથી.  તો બીજી બાજુ આશૂ મલિકને ધક્કો મારવા માટે સમાચારમાં રહ્યા હતા.  બેની પ્રસાદ વર્માના પુત્ર રાકેશ વર્માને બારાબંકીથી ટિકિટ મળી છે.  અરવિંદ સિંહને પણ નથી મળી ટિકિટ તેઓ બારાબંકીથી એમએલએ છે. અખિલેશના પણ નિકટના છે.  ઓમ પ્રકાશ સિંહ અને શાદાબ ફાતિમા, જેમને અખિલેશે મંત્રીમંડળમાંથી બહાર કર્યા હતા તેમને બંનેને ટિકિટ મળી છે.  આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ રામુપરના સ્વારથી ચૂંટણી લડશે. રામગોવિંદ ચૌધરી મંત્રી બલિયાને ટિકિટ નથી મળી. અરુણ વર્મા એમએલએ સુલ્તાનપુરને ટિકિટ નથી મળી. આ અખિલેશના પસંદગીના હતા. 
 
તાજેતરના દિવસોમાં સૂબેના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ યાદવ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી. અખિલેશે પોતાની પસંદગીના ઉમેદવારોની લિસ્ટ મુલાયમને સોંપી હતી. જેના પર શિવપાલે નારાજગી બતાવી હતી.  તેના પર પાર્ટી સુપ્રીમોએ કહ્યુ કે સૌને પોત પોતાના હિસાબથી લિસ્ટ મોકલી છે.  જેટલુ શક્ય બની શકે મે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ફાઈનલ યાદી મારી પસંદગીની છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સપા 325 કૈડિડેટ્સ લિસ્ટ રજુ શિવપાલનો દબદબો વહુ અપર્ણા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ભારત પાકિસ્તાન સમાજવાદી પાર્ટી મુલાયમ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ઉત્તરપ્રદેશ રાજનીતિ Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujarat News Rajkot News Up Election 2016 Latest Gujarati Samachar Latest Gujarati News Live Gujarati News Uttar Pradesh News Uttar Pradesh Election News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બૉસ હોય તો આવું ! કામથી ખુશ થઈને કર્મચારિઓને લઈ જઈ રહ્યુ છે ક્રૂજ પર , ફાઈવ સ્ટાર હોટલમાં રોકાશે.

કર્મચારિઓને લઈ જવા માટે 4 ચાર્ટેડ વિમાનોની વ્યવસ્થા કરી છે. 9-134 જાન્યુઆરી સુધી રજાઓ ...

news

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ

કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા ...

news

યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી

પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર) માં વિધાનસભા ચૂંટણીની ...

news

MP ના પૂર્વ સીએમ સુંદરલલ પટવાનુ નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. સુંદરલાલ પટવા ...

Widgets Magazine