શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (17:18 IST)

ઉદ્ધવ ઠાકરેનુ એલાન, હાર્દિક પટેલ બનશે ગુજરાતમાં શિવસેનાનો ચેહરો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પટેલ નેતા હાર્દિક પટેલ આજે તેમના રહેઠાણ માતોશ્રી પર મુલાકાત લેવા પહોંચ્યા. બંને વચ્ચે ઘણા સમય સુધી વાતચીત થઈ. બીજી બાજુ આ મુલાકાત પછી એક બાજુ જ્યા મહારાષ્ટ્ર સરકાર પર ઉદ્ધવ વધુ રિઝાયા અને જતા જતા હાર્દિક પણ શિવસેનાના વખાણ કરી ગયો. મુલાકાત પછી પટેલ અને ઠાકરેની સંયુક્ત પ્રેસ કોંફ્રેસ પણ આયોજીત થઈ હતી. પ્રેસ કોંફ્રેંસમાં ઉદ્ધવએ કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર આપણા સમર્થનના સાથે ચાલી રહી હતી. હવે તે નોટિસ પીરિયડ પર છે.  અમને આ વાતનો અંદાજ નથી કે તે નોટિસ પીરિયડ ક્યારે ખતમ થઈ જશે. બીજી બાજુ ઉદ્ધવે એલાન કર્યુ કે ગુજરાતમાં સીએમ પદ માટે તેમની પાર્ટીનો ચહેરો હાર્દિક પટેલ રહેશે. 
 
ઉલ્લેખનીય છે કે વર્તમાન દિવસોમાં શિવસેના અને ભાજપા વચ્ચે એક કોલ્ડ વોર ચાલી રહ્યુ છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં બીએમસી ચૂંટણી માટે શિવસેના ભાજપાથી જુદી પડી ગઈ છે. બંને પાર્ટીયો જુદી જુદી ચૂંટણી લડી રહી છે. પટેલ પણ ભાજપા વિરુદ્ધ છે. આવામાં ભાજપાના બે વિરોધી એક સાથે આવી રહ્યા છે. બીજી બાજુ ઠાકરેએ હાર્દિક પટેલ વિશે બોલતા કહ્યુ કે તે ઘણા સમયથી મળવા માંગી રહ્યા હતા. આજે છેવટે મુલાકાત થઈ શકી. ઉદ્ધવે કહ્યુ કે હાર્દિક સારુ કામ કરી રહ્યો છે.  અમે તેમને સપોર્ટ કરીશુ. શિવસેના જેને દોસ્ત બનાવે છે તેની હંમેશા મદદ કરે છે.